મુખ્યમંત્રીના આગમન પહેલાં ધંધુકા નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ - At This Time

મુખ્યમંત્રીના આગમન પહેલાં ધંધુકા નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ


મુખ્યમંત્રીના આગમન પહેલાં ધંધુકા નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

ધંધુકા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. 17ને રવિવારે આવવાના હોવાથી જેના પગલે ધંધુકા નગરપાલિકા દ્વારા હાઇવે ઉપર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નગર પાલિકાના ચીફ ઓફિસર વિશાલ પટેલના માર્ગદર્શન હેઠળ ધંધુકા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દાઉદભાઈ પટેલ તેમજ સફાઈ કામદારોની ટીમ દ્વારા શહેરના હાઈવે ઉપરના માર્ગોની સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવતા લોકોમાં આનંદ જોવા મળે છે.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના આકરું ગામની રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા. ૧૭મી નવેમ્બરે મુલાકાત લેવાના છે. એ સમાચાર મળતા જ જિલ્લા તેમજ તાલુકા મથકનું તંત્ર દોડતું થઈ ગયું હતું. જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો
ધંધુકા અને આકરું ખાતે દોડી આવ્યો હતો. જો કે મજાની વાત એ છે કે પ્રજા ખાડાવાળા રસ્તા, ગંદકી, પાણી લીકેજ જેવી અનેક સમસ્યા માટે વારંવાર રજૂઆત કરતી હતી. તેમ છતાં પ્રજાની સમસ્યા પરત્વે કોઈ દરકાર લીધા વગર તંત્રના બાબુઓ ઘોર નિંદ્રામાં પોઢેલા રહ્યા હતા. હવે જ્યારે મુખ્યમંત્રી વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે આબરૂ ના જાય માટે રાતોરાત રોડ પરના ઘણા વખતથી થયેલા મેઈન લાઈનના પાણીના લીકેજને કોન્ક્રીટથી બુરવામાં આવ્યા નવા રોડ બનવા લાગ્યા અને સફાઈ પણ થવા લાગી ત્યારે ધંધુકાના પ્રજાજનો હવે એવું ઇચ્છી રહયા છે કે, બસ રોજ રોજ મોટા નેતાઓ આવતા રહે તો અમારી સમસ્યાઓ સતત ઉકેલાતી રહે. બાકી તો પ્રજાની સમસ્યા હલ થવાનું હવે દીવા સ્વપ્ન સમાન બની ગયું છે.

રાજ્યના મુખ્યમંત્રી ધંધુકાના આકરું ખાતે સંગીત નાટય અકાદમીના ઉપાધ્યક્ષ જોરાવરસિંહ જાદવ દ્વારા તૈયાર કરવામાં આવેલ ભાતીગળ લોક કળાની ઝાંખી કરાવતા મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. ધંધુકા ખાતે મેઘાણી સ્મૃતિ ભવન કે જેનું રાજ્યના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. તે સ્થળની પણ મુલાકાત લેશે. વધુમાં મળતી માહિતી મુજબ વિહળધામ ખાતે સભામાં પણ ઉપસ્થિત રહેશે. ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારી ઓનો કાફલો ધંધુકા ખાતે આવી પહોંચી મુખ્યમંત્રીના પ્રવાસને લઈ સમીક્ષા બેઠક કરી વિવિધ સ્થળોની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.