માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આર.ટી.ઓ કચેરીનાં કર્મચારી હરેશભાઈ રબારી
(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ આરટીઓ કચેરીના અધિકારી ડી.કે ચાવડા ના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારી કર્મચારીઓને સૂચન કરેલ મુજબ આર.ટી.ઓ કચેરીનાં કર્મચારી હરેશભાઈ રબારી એ 50000 રૂપિયા રકમ અસરફભાઈ ને પરત કરેલ જેમાં ડી.ડીઓ સાહેબના ડ્રાઇવર અફઝલ ભાઈ પણ
સહયોગમાં જોડાયા હતા તે બદલ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બોટાદ શહેરના ખોજા વાડી વિસ્તારમાં રહેતા અને કાપડનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન કરતા મધ્યમ વર્ગી અશરફભાઈ કરીમભાઈના ગત.તા.૧૪.૧૧.૨૦૨૪ ના રોજ રૂપિયા પંચાસ હજાર (50,000) પડી ગયેલ હતા જેની જાણ તેઓએ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે કરેલ હતી. શોધખોળ કરતા બોટાદ આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવતા હરેશભાઈ રબારીને તે રકમ મળતા તેઓને ખબર પડતા તેઓ દ્વારા સામેથી ટેલીફોનિક જાણ કરી પૈસાની રકમ પરત આપતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે અશરફભાઈ અને તેઓના મિત્રો દ્વારા પૈસા પરત મળતા આરટીઓ કચેરી ખાતે કુલહાર સાથે શાલ ઓઢાડીને હરેશભાઈ રબારીનું સન્માન કયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.