PM મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ:દેવઘર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું, ઝારખંડમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા - At This Time

PM મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ:દેવઘર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું, ઝારખંડમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા


શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાવાના સમાચાર છે. જેના કારણે પીએમ મોદીના વિમાનને દેવઘર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આવી સ્થિતિમાં તેમની દિલ્હી પરત ફરવામાં વિલંબ થઈ શકે છે. ઝારખંડમાં ચૂંટણી સભા (ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024)ને સંબોધિત કરવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામીના સમાચાર છે. જેના કારણે પીએમ મોદીના વિમાનને દેવઘર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આવી સ્થિતિમાં તેમની દિલ્હી પરત ફરવામાં વિલંબ થઈ શકે છે. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિમાનને દેવઘરમાં જ ટેક ઓફ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. રાહુલ ગાંધી શુક્રવારે ઝારખંડના ગોડ્ડામાં ચૂંટણી રેલી બાદ દિલ્હી પરત ફરવાના હતા, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા વિમાનને ગોડ્ડાના બેલબદ્દાથી ઉડવાની પરવાનગી આપવામાં આવી ન હતી. જે બાદ તેમણે દેવઘર એરપોર્ટ પર 45 મિનિટ રાહ જોવી પડી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી વિમાનમાં બેસીને પોતાનો મોબાઈલ જોતા રહ્યા. હવે રાહુલ ગાંધીના વિમાનને ટેકઓફ માટે ક્લિયરન્સ ન મળવાને લઈને પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે, પીએમ મોદીની સભાને કારણે તેમના વિમાનને ઉડવાની મંજૂરી આપવામાં આવી નથી. બાદમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વિમાનને મહાગામથી ટેક ઓફ કરવાની મંજૂરી મળી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.