જૂની પેન્શન યોજના મામલે ભાજપનો આભાર માનત્તું કર્મચારી મહા મંડળ
જૂની પેન્શન યોજના મામલે ભાજપનો આભાર માનત્તું કર્મચારી મહા મંડળ
રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાનો ઠરાવ થતા જામનગર જિલ્લા કર્મચારી મહા મંડળ અને જામનગર જિલ્લા સંયુકત કર્મચારી મોરચો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી અને જામનગરના સાંસદ, ધારાસભ્યો સહિતનાનો આભાર વ્યકત કર્યો હતો. ગજુરાત સરકાર દ્વારા વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણી વખતે તા.1- 4-2005 પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો નિણર્ય જાહેર કર્યો હતો.પરંતુ, બે વર્ષ સુધી તેનો અમલ નહીં થતા સમયાંતરે કર્મચારી મહા મંડળ અને કર્મચારી મોરચા દ્વારા જુદાં-જુદાં અનેકવિધ કાર્યક્રમો યોજી કર્મચારીના હિતમાં નિર્ણય લેવા સરકાર પાસે રજૂઆતો કરી હતી.
જે અનુસંધાને તા. 8 નવેમ્બર 2024 ના રોજ રાજ્ય સરકાર દ્વારા તા.1-4-2005 પહેલાંના કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવાનો ઠરાવ થતા જામનગર જિલ્લા કર્મચારી મહામંડળ અને જામનગર જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાતં રાજ્ય સરકારે પ્રસિધ્ધ કરેલ ઠરાવ પૈકી કેન્દ્રના ધોરણે ગેરચ્યુઈટીનો ઠરાવ બાકી હોય.
તે ઝડપી ઉકેલવા તથા 2027 સુધીમાં રાજ્યના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળી રહે તે માટે આગામી ત્રણ વર્ષ સુધી ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચા અને કર્મચારી મહામંડળ દ્વારા કેન્દ્રીય સ્તરે અને રાજ્યસ્તરે વિવિધ સભાઓ રેલીઓ, ધરણાઓ, જેવા કાર્યક્રમો કરવામાં આવનાર હોવાનું કર્મચારી મહામંડળના પ્રમુખ સતિષભાઈ પટેલ, કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજા તથા નગરપ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયાએ જણાવ્યું હતું.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.