ડાયાપુર ગામેથી અંદાજીત બાર ફૂટ જેટલો લાંબો મહાકાય અજગરનુ રેસ્કયુ
મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ડાયાપુર ગામે દીપકભાઈ ડામોરનાં ખેતરમાં એક મહાકાય અજગર દેખાયો હતો.જયારે આ અજગર ખેતરમાં ઘુસી આવતા સ્થાનિક લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો.આ મહાકાય અજગર બાર ફુટ ની લંબાઈ વાળો હોઈ.જે અંગેની જાણ સંતરામપુર એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને વનવિભાગને કરવામાં આવતા યુદ્ધના ધોરણે વન વિભાગની ટીમ તેમજ સંતરામપુર એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ભારે જહેમત બાદ મહાકાય અજગરનુ રેસ્કયુ કરવામાં આવેલ હતું.અંદાજિત બાર ફૂટ જેટલો મહાકાય અજગરનુ રેસ્ક્યુ કરી અને અજગરને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.