વિરપુરની વનવિભાગની કચેરી જર્જરીત હાલતમાં…
કર્મચારીઓના જીવ જોખમમાં, રૂમના તથા બહારના ભાગે છત ઉપરથી ગમે ત્યારે પોપડા પડે તેવી સ્થિતિ...
મહિસાગર જીલ્લાના વિરપુરની વનવિભાગની કચેરી વર્ષોથી જર્જરિત હાલતમાં હોય જેના કારણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ કચેરીમાં આવતા અરજદારો ભયના ઓથાર હેઠળ આવતા જતા હોય છે ત્યારે આ જર્જરીત કચેરીના કારણે કર્મચારીઓના જીવજોખમમાં મુકાય ગયેલ હોય વનવિભાગની કચેરીનું સમારકામ અથવા ક્યાક જગ્યા ફાળવણી અને નવી ક્યારે બનશે તેવા લોકોમાં પ્રશ્નો ઉઠવા પામેલ છે. કચેરીમાં કામ કરતા કર્મચારીઓ
તેમજ અરજદારો બેઠા હોય ત્યારે ગમે ત્યારે જર્જરીત બિલ્ડીંગના રૂમમાં તેમજ બહારના ભાગે છત પરથી પોપડા યમરાજ બનીને ક્યારે પડે એ વાત નકારી શકાય નહીં. તેમજ કોઇપણ સમયે ધરાશાઇ થવાની દહેશત હોય ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠું છે કે શું? કોઇપણ અજરદાર આવે ત્યારે ભય અનુભવે
છે. ત્યારે જોવુ રહ્યું કે, વનવિભાગની કચેરીનું હાલ
સમારકામ થાય છે કે કેમ, ઘણા વર્ષોથી તાલુકામાં આર.એફ.ઓ આવ્યા અને ગયા પરંતુ આ કચેરીનું સમારકામ થયુ નથી સાથે નવનિર્માણ હજુ થયેલ નથી આથી વિરપુરની વનવિભાગની કચેરી ક્યારે નવી બનશે તેવા અરજદારોમાં અનેક પ્રશ્નો ઉઠવા પામેલ છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.