અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જ નહીં પણ રાજ્યમાં ચાલતી તમામ પ્રાઇવેટ મોટી હોસ્પિટલો સાથે ચાલતા મેડિકલ સ્ટોરના કૌભાંડની તપાસ કરવા માંગણી કરતા પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર઼઼
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જ નહીં પણ રાજ્યમાં ચાલતી તમામ પ્રાઇવેટ મોટી હોસ્પિટલો સાથે ચાલતા મેડિકલ સ્ટોરના કૌભાંડની તપાસ કરવા માંગણી કરતા પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર઼઼
__________________________
અમદાવાદની ડોક્ટરનો મોટો સ્ટાફ ધરાવતી ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓનો વધ કરવામાં આવેલ છે તે બાબતોના સમાચાર પ્રસિદ્ધ થતા પૂર્વ સાંસદ અને ધારાસભ્ય તરીકે ફરજો બજાવી ચૂકેલા શ્રી વીરજીભાઈ ઠુમરે એક પ્રેસ નિવેદન કરી જણાવ્યું હતું કે આવા તો અનેક કૌભાંડો ચાલી રહ્યા છે સસ્તી દવા મોંઘા ભાવથી દર્દીઓને પરાણે આપવી પોતાના જ મેડિકલ સ્ટોર પ્રોપોગંડા ઉપર દવાની કંપનીઓ સાથે ખાનગી કરાર કરીને 50% થી વધારે કમિશન મેળવીને ચાલતી રાજ્યમાં અનેક હોસ્પિટલો છે સારી હોસ્પિટલો પણ હશે સારા ડોક્ટર પણ હશે પરંતુ અમુક ડોક્ટર માત્ર ધંધાદારી ડોક્ટર બની ગયા છે ડોક્ટર તરીકેની ડિગ્રી પ્રાપ્ત કરી મોટી ફી ભરીને ડોક્ટર બન્યા બાદ દર્દીઓની સાચી ટ્રીટમેન્ટ આપવાને બદલે પોતાનો ધંધો કેમ ફૂલે ફાલે તે પ્રકારની પ્રવૃત્તિ ગુજરાતમાં વર્ષોથી ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ પોતાની દવાની ફેક્ટરીઓ સ્થાપીને આવા અનેક કૌભાંડો આંચરી રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં બનાવ બન્યો છે સરકારની થોડી ઘણી આંખ ઉઘડી છે જોકે સરકાર તો સંપૂર્ણ આંધળી અને બેરી થઈ ચૂકી છે છતાં પણ સોશિયલ મીડિયા મારફત અને ટીવી ચેનલો અને પ્રેસ મીડિયા મારફત પ્રસિદ્ધિ થવાના કારણે સરકારે જાગવું પડ્યું છે ત્યારે હું માગણી કરું છું કે માત્ર અમદાવાદમાં નહીં અમદાવાદ રાજકોટ વડોદરા જામનગર ભાવનગર જુનાગઢ સુરત અને જિલ્લા મથકે મોટા તાલુકામાં તેમ જ ટ્રસ્ટોના નામે મોટી હોસ્પિટલો સ્થાપીને ધંધાદારી પ્રવૃત્તિ શરૂ થઈ છે સરકારની યોજનાનો લાભ લઈને કોઈને ઓપરેશન કરવાનું થતું હોય કે ના હોય દર્દીને ડરાવીને ઓપરેશન કરાવડાવીને સરકારના તિજોરી ના પૈસા સાફ કરી રહ્યા છે અને પોતાના ધંધામાં હોસ્પિટલના નામે ગોરખધંધા કરી રહ્યા છે તેવી તમામ હોસ્પિટલો પોતાના કેટલા મેડિકલ સ્ટોર છે કઈ કંપનીની દવા વાપરે છે એ કંપનીની દવા કેટલામાં તેને આપવામાં આવે છે પ્રોપોગંડા ઉપર અપાય છે કે કેમ અને ડોક્ટર ને કેટલું કમિશન ચૂકવાય છે તેની તમામ તપાસ કરીને દર્દીઓને આવી ખોટી દવા અપાય છે કે કેમ જે દવાની ખરેખર શું કિંમત છે અને દર્દીને શું ભાવે મળી રહી છે તેમાં ડોક્ટરને કેટલું કમિશન ચૂકવાય છે તે તમામ બાબતની તપાસ કરવી છેલ્લા 35 વર્ષથી રાજ્યને સારો વહીવટ આપવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતના લોકોના હિતમાં આવી તપાસ કરી રેમઙેશીવર ઇન્જેક્શનમાં કૌભાંડ થયા કોરોનામાં કૌભાંડ થયા હવે તો લોકોને કૌભાંડ ચાલી રહ્યા છે એનો ભોગ લોકો બની રહ્યા છે તેમાંથી હવે તો કાઢો તમે અન્ય કૌભાંડ કરી રહ્યા છો તે બાબતમાં નથી કહેવું પરંતુ દર્દીઓને ડરાવી આવા કૌભાંડો કોઈ પદાઅધિકારી સંડોવાયેલો છે કે કેમ સરકારના કોઈ અધિકારી ખાનગીમાં ભાગીદાર હોય તો તેની પણ તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરી વિરજીભાઇ ઠુંમરે માગણી કરી હતી ગુજરાતના હિતમાં આ તપાસ ઝડપથી કરવામાં આવે અને સરકાર તપાસ કરવામાં માગે છે કે કેમ તેનો પણ સરકારના મુખ્ય પ્રવક્તા મારફત જવાબ આપવામાં આવે તેવી વધારામાં વિગતો સાથે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી સરકારના ઓફિસિયલ પ્રવક્તા છે ત્યારે પોતાનો જ વિભાગ ખ ખરડાયેલ હોય તેથી ગંભીરતાપૂર્વક પોતાની આ વિભાગની તપાસ કરવામાં આવે તેમાં કેટલા અધિકારીઓ પદાધિકારીઓ સંડોવાયેલા છે તેના કારણે ગુજરાતના લોકો કેટલું ભોગવી રહ્યા છે તે માટે સરકારે તાત્કાલિક આ તપાસ કરાવી જોઈએ તેવી શ્રી ઠુમ્મરે માગણી કરી છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.