જે.કે. ચોકમાં હાઉસિંગ બોર્ડની જમીનમાં કોમર્સિયલ બાંધકામો ખડકી ભૂમાફિયાઓએ ભાડે ચડાવી દીધાં - At This Time

જે.કે. ચોકમાં હાઉસિંગ બોર્ડની જમીનમાં કોમર્સિયલ બાંધકામો ખડકી ભૂમાફિયાઓએ ભાડે ચડાવી દીધાં


પોશ વિસ્તારમાં પેશકદમી; હાઉસિંગ બોર્ડની જગ્યા અને મનપાના રસ્તા પર દબાણો કરી કમાણીનો કાળો કારોબાર

આડેધડ પતરાંના શેડ અને મંડપ બાંધીને ખડકાયેલા અનેક કોમર્સિયલ બાંધકામોમાં વીજકનેક્શન પણ ગેરકાયદે, રાજકોટમાં બીજો અગ્નિકાંડ સર્જાવાની ભીતિ

સમગ્ર દેશમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી છતાં કૌભાંડી તત્ત્વો નાણાકીય લાલચમાં તેમના કારસ્તાનો કરવાનું બંધ કરી રહ્યા નથી. રાજકોટ શહેરના વોર્ડ નં.10માં આકાશવાણી ચોકથી જે.કે.ચોક સુધીના માર્ગ પર શહીદ ભગતસિંહ ગાર્ડન સામે આવેલી ગુજરાત રૂરલ હાઉસિંગ બોર્ડની સરકારી જમીનમાં ભૂમાફિયાઓએ ગેરકાયદે કબજો જમાવીને પતરાંના શેડ અને મંડપ બાંધી 50થી વધુ કોમર્સિયલ બાંધકામ ખડકી દઇ ભાડે ચડાવી દીધાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image