ભુતિયા પરિવાર દ્વારા સ્વ.લીલાભાઈનું દેહદાન G.M.E.R.S.મેડિકલ કોલેજ -જુનાગઢને અર્પણ - At This Time

ભુતિયા પરિવાર દ્વારા સ્વ.લીલાભાઈનું દેહદાન G.M.E.R.S.મેડિકલ કોલેજ -જુનાગઢને અર્પણ


ભુતિયા પરિવાર દ્વારા સ્વ.લીલાભાઈનું દેહદાન G.M.E.R.S.મેડિકલ કોલેજ -જુનાગઢને અર્પણ

મુળ વતન જેતપુર પણ હાલ જુનાગઢ રહેતા દિપકભાઈ ભુતિયાના પિતાશ્રી સ્વ.લીલાભાઇ માલદેભાઈ ભુતિયા ઉમર વર્ષ (૮૯)નુ આજરૉજ તા.૧૧.૧૧.૨૦૨૪ના રોજ અવસાન થતા તેમના પરિવારજનોએ સ્વ.લીલાભાઈનું દેહદાન કરવાનું નકકી કર્યું હતું.આ માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલના ડિનનો સંપર્ક કરતા તેઓ એ તાત્કાલિક બધી ફૉર્માલિટી પુરી કરી હતી.અને સ્વ.લીલાભાઈનું દેહદાન G.M.E.R.S.મેડિકલ કોલેજ-જુનાગઢને અર્પણ કરવામાં આવ્યું હતું.

સ્વ.લીલાભાઈના દેહદાન થકી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે માર્ગદર્શન મળી રહેશે.
ભુતિયા પરિવારના દેહદાનના આ ઉમદા વિચારને શ્રી ડુંગરગુરુ સ્થાનકવાસી જૈન યુવક મંડળ-જુનાગઢ અને શિવમ્ ચક્ષુદાન આરેણા બિરદાવે છે.તેમજ આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે.

સ્વ.લીલાભાઈના આત્માને ઈશ્વર ચરણમાં સ્થાન મળે તેવી પ્રાર્થના સાથે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી પાઠવે છે.

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.