રાજકોટ 15 વર્ષની સગીરાને વિધર્મીએ પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કર્યું હોવાનો બનાવ
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે.સગીરાના માતાના જણાવ્યા અનુસાર, તેઓ સોરઠિયા વાડી સર્કલ 80 ફૂટ રોડ ખાતેના રહેવાસી છે.તેઓની 15 વર્ષની દીકરીને 2 મહિના પહેલા ઈલિયસ નામના વ્યક્તિ કારમાં લઈ ગયો હતો.
આ મામલે સગીરાની માતા- પિતાએ થોરાળા પોલીસ ચોકીમાં અરજી કરી હતી. વધુમાં સગીરાની માતા એ જણાવ્યું હતું કે, આ મામલાની યુવકને ખબર પડતાં સગીરાને સોમનાથમાં એકલી મૂકી હતી.ત્યાર બાદ માતા-પિતા સગીરાને લઈને આવ્યા અને થોરાળા પોલીસ ચોકીમાં રજુ કરવામાં આવી હતી.સગીરાએ પોતાના ઘરમાંથી 85000ની ચોરી કરી હતી. પરંતુ સગીરાએ પોલીસ સામે કબૂલ્યું ન હતું. ત્યારબાદ સગીરા માતા પિતા સાથે રહેવાની નાં પાડતા. સગીરાને માણાવદર માતાનાં સબંધીને ત્યાં મૂકી આવ્યા પરંતુ 4 દિવસ પહેલા ફરી ઇલિયસ નામનો વ્યક્તિ ફરી સગીરાને લઈ ફરાર થયો હતો.આ મામલે માણાવદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતુંકે, વિધર્મી યુવક બે સંતાનનો પિતા, પહેલી ઘરવાળી પણ હિન્દૂ હોવાનું કહ્યું હતું. સગીરાની માતાએ યુવકે વશીકરણ કર્યું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.આ ઉપરાંત સરકાર અને હિન્દુ સંગઠનો પાસે સગીર દિકરીને વિધર્મીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માંગ પણ કરી હતી.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.