અડપોદરા ઝાલા બાવજી મંદિરના પુનઃ નિર્માણ અર્થે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. - At This Time

અડપોદરા ઝાલા બાવજી મંદિરના પુનઃ નિર્માણ અર્થે ભૂમિ પૂજન કરવામાં આવ્યું.


હિંમતનગર તાલુકાના અડપોદરા ઝાલા બાવ જી મંદિર ના પુનઃ નિર્માણ અર્થે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતમાં ફાગવેલ ભાથીજી મહારાજ અને ઝાલા બાવજી કચ્છ કાઠીયાવાડ પાસે આવેલી પૌરાણિક નગરીના રાજા વાઘોજી ઝાલા ના રાજકુમાર વિરમદેવજી ગાયોની વારે ચડી મોગલો સાથે ના યુદ્ધમાં વીરગતિ પામેલ એમની ખાવી (પાળીયા) 538 વર્ષથી પૂજાય છે. ભાદરવાના બીજા શનિવારે રવિવારે લોકમેળો યોજાય છે. વર્ષોથી આસ્થાનું કેન્દ્ર બનેલા અડપોદરા ગામના ડુંગર પર આવેલ મંદિર તેમજ ગૌશાળા અને ધર્મશાળા નિર્માણ માટે આજે ઝાલા બાવ જીના પવિત્ર સ્થાને ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા, પ્રાંતિજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી ડી ઝાલા, ચેતન ભુવાજી ગોગા ધામ ગારુડી, ડાકોરના મહંત કિરણ રામજી મહારાજ, દેવરાજ ના મહેશ ગીરી સહિતના સંતો મહંતો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.