ધંધુકા રેલ્વે સ્ટેશને ટિકિટ માટે લાંબી કતારો લાગવા છતાં રેલ્વે તંત્રનું પેટનું પાણી હલતું નથી
ધંધુકા રેલ્વે સ્ટેશને ટિકિટ માટે લાંબી કતારો લાગવા છતાં રેલ્વે તંત્રનું પેટનું પાણી હલતું નથી
ઘણા લાંબા સમયથી મુશાફરો દ્વારા મૌખિક રજુઆત કરવા છતાં તેમજ સવારના ટાઈમે નવી નવી ટ્રેનોની શરૂઆત થતા ધંધુકા ખાતે એક જ ટિકિટ બારી હોય મુસાફરોને લાંબી કતારમાં ઉભા રહેવાનો વારો આવી રહ્યો છે.
અમદાવાદ જીલ્લાના ધંધુકા શહેરમાં એક માત્ર રેલ્વે સ્ટેશન છે જ્યાંથી સવારના સમયે ધંધુકા થી ભાવનગર, અમદાવાદ તેમજ હમણાં નવી ચાલુ થયેલ ટ્રેનમાં અમદાવાદ જવા માટેની ભીડ જામતી જોવા મળતી હોય છે સાથે જ ધંધુકાથી અમદાવાદ, ભાવનગર માટે મુસાફરો નોકરી અર્થે જતા હોય છે તેવામાં ધંધુકા રેલવે સ્ટેશન ખાતે સવારમાં આવતી ટ્રેન 08:15 ખુબ જ ભીડ જોવા મળે છે જેમાં એક જ ટિકિટ બારી હોવાથી લોકોને લાંબી કતારમાં ઉભા રહેવું પડે છે ને અમુક સમયે ટ્રેન આવી જતી હોય છે તેમ છતાં મુસાફરોને ટ્રેનની ટિકિટ મળતી નથી ને તેના કારણે વગર ટિકિટ મુસાફરી કરવાની ફરજ પડે છે. મુસાફરો દ્વારા દરરોજની આ સમસ્યા દરરોજની બની હોય તેમજ અગાઉ પણ મીડિયા દ્વારા આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ રેલ્વે વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાંઓ લેવામાં આવ્યા નથી કે પછી બીજી ટિકિટ બારીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. મુસાફરોની લાગણીને માંગણી છે કે વહેલી તકે સવારના સમયે બીજી ટિકિટ બારી ટિકિટ માટે ખોલવામાં આવે જેથી કરીને સવારમાં કોઈ મુસાફરોને ટિકિટ લેવામાં અગવડતા ઉભી ના થઇ શકે.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.