ભગવતીપરા મેઈન રોડ પરની કેટરર્સ પેઢીમાંથી વાસી નોનવેજ જથ્થાનો નાશ - At This Time

ભગવતીપરા મેઈન રોડ પરની કેટરર્સ પેઢીમાંથી વાસી નોનવેજ જથ્થાનો નાશ


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ "ગૌષીયા કેટરર્સ" પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નોન વેજ પ્રિપેર્ડ ફૂડનો અંદાજીત 05 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, તેમજ ફૂડ લાયસન્સ ડિસ્પ્લેમાં રાખવા બાબતે નોટીસ આપવામાં આવેલ ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સંતકબીર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 39 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
(01)શિવશક્તિ ઘૂઘરા (02)શ્રી ગજાનંદ છોલેભટુરે (03)બાલાજી મોમોસ (04)ભોલેનાથ ઘૂઘરા (05)જય ચામુંડા મસાલા કોન (06)જય મોમાઈ કોલ્ડ્રિંક્સ (07)બાલાજી પાણીપુરી (08)ચામુંડા પાણીપુરી (09)રાંદલ ભેળ (10)જે.જે. ઘૂઘરા (11)શ્રીનિવાસ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી.
તેમજ (12)શ્રીરામ વડાપાઉં (13)ફેમસ વડાપાઉં (14)દ્વારકાધીશ નાસ્તા ગૃહ (15)નીર કોલ્ડ્રિંક્સ (16)ભગત દાળપકવાન (17)ચામુંડા દાળપકવાન (18)શ્રી ગજાનંદ જોધપુર સ્વીટ્સ (19)જય મંદિર કોલ્ડ્રિંક્સ (20)શ્યામ ડેરી (21)જગદીશ ગાંઠિયા (22)ક્રિષ્ના દાળપકવાન (23)મયુર ફાસ્ટફૂડ (24)ગણેશ ડેરી ફાર્મ (25)જે.કે. નમકીન ફરસાણ (26)ભવાની ફરસાણ (27)આરતી પાણીપુરી (28)ભેરુનાથ આઇસ્ક્રીમ (29)જલારામ ભેળ હાઉસ (30)શિવ શક્તિ દાબેલી (31)આરતી પાણીપુરી (32)ક્રિષ્ના બેકરી (33)પટેલ વિજય ફરસાણ (34)ચામુંડા ડેરી ફાર્મ (35)રાધેશ્યામ ડેરી ફાર્મ (36)શિવશંકર દાળપકવાન (37)આકાશ દાળપકવાન (38)વેલનાથ રેસ્ટોરેન્ટ (39)શિવમ ફાસ્ટફૂડની ચકાસણી કરવામાં આવેલ.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.