વીર ભૂષણ ધર્મ રક્ષક વિજય સિંહ બાપુ મહંત દાદા બાપુ ધામ પચ્છમ ભાલ ના વરદ હસ્તે સાધુ સમાજ ની સમૂહ લગ્ન માં જોડાયેલ દીકરી ઓ ને ચણીયા ચોળી અર્પણ કરવામાં આવેલ - At This Time

વીર ભૂષણ ધર્મ રક્ષક વિજય સિંહ બાપુ મહંત દાદા બાપુ ધામ પચ્છમ ભાલ ના વરદ હસ્તે સાધુ સમાજ ની સમૂહ લગ્ન માં જોડાયેલ દીકરી ઓ ને ચણીયા ચોળી અર્પણ કરવામાં આવેલ


(રીપોર્ટ: ચિંતન વાગડીયા દ્વારા)
આગામી તા.૧૦/૧૨/૨૦૨૪ ના રોજ સાધુ સમાજ ના ૧૧ દીકરીઓ ના સમૂહ લગ્ન નું આયોજન થનાર છે. આ સમૂહ લગ્ન ના મુખ્ય દાતા વીર ભૂષણ ધર્મ રક્ષક વિજય સિંહ બાપુ દાદા બાપુ ધામ પચ્છમ ભાલ છે.ગત તા.૧૦/૧૧/૨૦૨૪ ના રોજ આ સમૂહ લગ્ન માં જોડાયેલ સાધુ સમાજ ના ૧૧ દીકરી બા ઓ ને પાનેતર ના સ્વરૂપે કલાત્મક હાથ ભરત ગૂંથણ ની ચણીયા ચોળી પોતાના સ્વહસ્તે દાદા બાપુ ધામ પચ્છમ ભાલ મુકામે કરિયાવર અર્પણ પૂજન ના કાર્યક્રમ માં રૂબરૂ માં બોલાવી અને અર્પણ કરેલ તેમજ કરિયાવર ની બીજી ખૂટતી વસ્તુ માં માટલું દરેક દીકરી ને ડ્રેસ તેમજ સાડી અને અન્ય બીજી પાંચ આઈટમ પણ આપેલ આ પ્રસંગે ગુજરાત સાધુ સમાજ ના યુવા પ્રમુખ મનોજબાપુ મેંશવાણિયા તેમજ સેવા ના ભેખધારી હરિરામ બાપુ ધારપીપળા સાધુ સમાજ સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ નીતાબેન ગોંડલીયા તેમજ ૧૦૦ ઉપરાંત સાધુ સમાજ ના ગુજરાત ના સેવાભાવી વડીલો અને યુવાનો એ મોટા પ્રમાણ માં હાજર રહેલ તેમજ દાદા બાપુ ધામ નો સેવક પરિવાર અને ભક્ત જનો ની ખૂબ મોટી હાજરી હતી. દાદા બાપુ ધામ દ્વારા હર હંમેશ સનાતન ધર્મ ને ઉજાગર કરવાના અનેક કાર્યો નિરંતર થયા કરે છે. પૂજ્ય વિજયસિંહ બાપુ એ દાદા ને વ્હાલી દીકરી ઉપર સુંદર પ્રવચન આપી સાધુ સમાજ ની દીકરી બા ઓ ને જીવન માં જ્યારે પણ જરૂર પડે ત્યારે દાદા બાપુ ધામ ના દ્વાર તેમના માટે સદૈવ ખુલ્લા એવું જણાવેલ. ત્યારે એ દીકરીબા ઓ ના આંખમાં થી હર્ષ ના આંસુ આવેલ અને છેલ્લે ગુજરાત સાધુ સમાજ વતી મનોજ બાપુ એ વીર ભૂષણ વિજય સિંહ બાપુ નો અંત કરણ પૂર્વક આભાર વ્યક્ત કરી સાધુવાદ આપી અને કૃતજ્ઞતા વ્યક્ત કરેલ આ સમગ્ર કાર્યક્રમ નું સંકલન અને સંચાલન પ્રવીણ સિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.