અમરેલી જિલ્લામાં થયેલ વાહન ચોરીઓના ૪ ગુન્હાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.ટીમ
અમરેલી જિલ્લામાં થયેલ વાહન ચોરીઓના ૪ ગુન્હાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા અમરેલી શહેરમાં બનેલ મિલ્કત વિરૂધ્ધના ગુનાના આરોપીઓ અંગે સઘન તપાસ હાથ ઘરવામાં આવેલ. અમરેલી નેત્રમ પ્રોજેકટ અંતર્ગત કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સ્ટાફની મદદથી મિલ્કત વિરૂધ્ધના બનાવ વાળી જગ્યાની આજુ બાજુના તમામ સી.સી.ટી.વી. ફુટેજો ચેક કરવામાં આવેલ. જે અન્વયે મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે ચોરીના વાહન સાથે એક ઇસમને પકડી પાડી, ચાર વાહન ચોરીના ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
*પકડાયેલ આરોપીની વિગતઃ*-
*દિલુભાઇ દડુભાઈ માંગાણી, ઉ.વ.૪૦, રહે.રાયડી, ડેડાણ રોડ, તા.ખાંભા, જિ.અમરેલી.*
*આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલ*:-
(૧) એક ભાર રીક્ષા રજી. નંબર GJ-03-Z-4870 કિ.રૂ.૪૦,૦૦૦/-
(૨) એક ભાર રીક્ષા એન્જીન નંબર R4H08945 કિ.રૂ.૪૦,૦૦૦/-
(૩) એક હોન્ડા કંપીનીનું ડ્રીમ નીયો મોડલનું મોટર સાયકલ જેના ચેસીસ નંબર ME4JC623FD8004164 તેમજ એન્જીન નંબર JC62E81004129 કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ.
*પકડાયેલ આરોપીએ ગુનાઓની આપેલ કબુલાતની વિગતઃ*-
*પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં પોતે નીચે મુજબના બે ભાર રીક્ષા તથા બે મોટર સાયકલ ચોરીઓના ગુનાઓની કબુલાત આપેલ છે.*
(૧) એક ભાર રીક્ષા જેની નંબર પ્લેટ ઉપર રજી. નંબર GJ-03-Z-4870 લખેલ છે. આ ભાર રીક્ષા આજથી આશરે ૨૫ દિવસ પહેલા અમરેલી, કુંકાવાવ રોડ, સોમનાથ મંદીરની સામેથી ચોરી કરેલ હોય, જે અંગે ખરાઇ કરતા અમરેલી સીટી પો.સ્ટે. એપાર્ટગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૪૦૬૯૫/૨૦૨૪ બી.એન.એસ. કલમ૩૦૩(૨) મુજબ ગુનો રજી થયેલ છે.
(૨) એક ભાર રીક્ષા નંબર પ્લેટ વગરની જેના એન્જીન નંબર R4H08945 લખેલ છે. જે ભાર રીક્ષા આશરે ત્રણેક મહીના પહેલા બગસરા, નટવરનગર વિસ્તારમાંથી ચોરી કરેલ હોય, જે અંગે ખરાઇ કરતા બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૪૦૨૨૧/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુનો રજી થયેલ
(૩) એક હોન્ડા કંપીનીનું ડ્રીમ નીયો મોડલનું મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું જેના ચેસીસ નંબર ME4JC623FD8004164 તેમજ એન્જીન નંબર JC62E$1004129 લખેલ છે. જે મોટર સાયકલ આશરે ૨૫ દીવસ પહેલા સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામે રોડ ઉપર આવેલ વાડીના ઝાંપા પાસેથી ચોરી કરેલ હોય, જે અંગે ખરાઇ કરતા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૪૦૩૭૩ /૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુનો રજી. થયેલ છે.
(૪) એક મોટર સાયકલ આશરે ૨૫ દીવસ પહેલા સાવરકુંડલા, માર્કેટ યાર્ડમાંથી ચોરી કરી મોટા જીંજુડા તરફ જતો હોય તે દરમિયાન પેટ્રોલ પુરૂ થઇ જતા રોડની બાજુમાં ચોરીનું મોટર સાયકલ મુકી દીધેલ. જે અંગે ખરાઈ કરતા મોટર સાયકલ મુળ માલીકને પરત મળી ગયેલ છે.
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા તથા હેડ કોન્સ. કિશનભાઈ આસોદરીયા, મહેશભાઈ મુંધવા, તુષારભાઈ પાંચાણી, તથા પો.કોન્સ. વરજાંગભાઈ મુળાસીયા, હરેશભાઈ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.