બોટાદ જિલ્લા ના ચંદરવા ગામના સમસ્ત ગામજનો દ્વારા ભાગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ રાધાકૃષ્ણ મંદિરનું નવનિર્માણ અને પ્રતિષ્ઠા મહોત્સવ નુ આયોજન
(અજય ચૌહાણ દ્વારા)
મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચંદરવામાં ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં સમસ્ત ગામમાં વસુદેવ કુટુમ્બકમ ની ભાવના થી ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ રાધા કૃષ્ણ મંદિરનું નવનિર્માણ કરી સમસ્ત ગામ સમાજના સહયોગથી ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પ્રથમ દિવસે વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું દેશુદ્ધી કાર્યક્રમ તથા દ્વિતીય દિવસે હોમ હવન મંડપ પૂજન. જળયાત્રા તથા જળ નો મહાભિષેક કરી ભગવાનની મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવ્યા તેમજ સમસ્ત ગામમાં ભગવાન શ્રી રાધાકૃષ્ણ બલરામજી હનુમાનજી અને ગણપતિજીની મૂર્તિ રથને શોભાયાત્રા કરવામાં આવી નિમ્બાર્ક પીઠ મોટા મંદિર લીંબડીના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી લલિત કિશોરશરણદાસજી બાપુ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા અને સામૈયા ધર્મ સભા કરવામાં આવી. તૃતીય દિવસની ઉજવણી પ્રસંગે ભગવાન શ્રી રાજાધિરાજ રાધાકૃષ્ણ બલરામજી નુતન સિંહાસન પ્રાણ પ્રતિષ્ઠા શિખર કળશ પૂજન ધ્વજ દંડ પૂજન દેવોનું પૂજન કરી અન્નકૂટ અને શ્રીફળ હોમ કરી સમગ્ર ગામમાં (ગામ ધુમાડો બંધ રાખી ) એક જ જગ્યાએ પ્રસાદ કરી મહાપ્રસાદ સાથે લેવામાં આવ્યો. આમ ભવ્ય કાર્યક્રમ વસુદેવ કુટુમ્બકમ ભાવના થી સમસ્ત ગામનો નાનામા નાનો સ્વયં સેવક થી મોટામાં મોટા દાતાના સહયોગ થી સમસ્ત કાર્યક્રમ ગામની શોભા બની રહી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.