વેકેશનમાં ચાલુ શાળાઓ બંધ કરાવી, DEOએ 10 સ્કૂલને નોટિસ ફટકારી
વેકેશનના એક સપ્તાહ પહેલાં શાળાઓ શરૂ કરી દેવાતા દેકારો
શિક્ષણ વિભાગે જાહેર કરેલા દિવાળી વેકેશન પહેલાં જ શહેરની મોટાભાગની શાળાઓ શરૂ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદોના આધારે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠને જિલ્લા શિક્ષણાધિકારીને આ અંગે ફરિયાદ કરી હતી. તેમ છતાં શાળાઓ ચાલુ જ રહેતા મંગળવારે સવારથી જ વિદ્યાર્થી સંગઠનના આગેવાનો જુદી જુદી શાળાઓમાં પહોંચ્યા હતા અને ત્યાં શિક્ષણકાર્ય ચાલુ હોવાનું માલૂમ પડતા જ શાળાઓ બંધ કરાવી હતી. બીજી બાજુ વેકેશન પહેલાં જ જે શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે તેને નિયમભંગ ગણીને જિલ્લા શિક્ષણાધિકારીએ 10 જેટલી ખાનગી શાળાઓને નોટિસ પણ ફટકારી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.