દામનગર પાલિકા ના સત્તાધીશો એ શું ધારી છે ? કર ના દર અકારતા પહેલા જનતા ને જાણ નહિ ? દર વર્ષે પાંચ ટકા વેરો ચાર વર્ષ થી ઓટોમેટિક વધાર્યા બાદ ફરી વેરા વધારો કેટલો વ્યાજબી ?
દામનગર પાલિકા ના સત્તાધીશો એ શું ધારી છે ?
કર ના દર અકારતા પહેલા જનતા ને જાણ નહિ ?
દર વર્ષે પાંચ ટકા વેરો ચાર વર્ષ થી ઓટોમેટિક વધાર્યા બાદ ફરી વેરા વધારો કેટલો વ્યાજબી ?
દામનગર પાલિકા ના સત્તાધીશો એ શું ધારી છે ? વારંવાર વેરો વધારવા નું કારણ શું ? નગરપાલિકા અધિનયમ ૧૯૬૩ ની કર ના દર અકારતા પૂર્વે કલમ ૯૯ અને ૧૦૦ ને અનુચર્યા વગર વાંધા ચૂસનો માંગ્યા કે મેળવ્યા વગર કે દૂર કર્યા વગર ચાર વર્ષ પહેલાં જ દર વર્ષે પાંચ ટકા મિલકત વેરો ઓટોમેટિક વધારી દેવાયો તેની જાણ જનતા ને કેમ ન કરાય ? નીતિ નિયમો અનુચર્યા વગર કર ના દર આકારવા કેટલા વ્યાજબી ?
અત્યારે ફરી તોતિંગ વેરા વધારો માટે સમામય સભા ના એજન્ડા માં વેરા વધારા નો મુદ્દે જનતા ને જાણ કરાશે ? કલમ ૯૯ અને કલમ ૧૦૦ ને અનુચરી વાંધા મેળવી દૂર કરાશે કે ઘરાર ઠોકી બેસાડવા નો ? વર મરો કન્યા મરો પણ મારું તરભાણું ભરો ની યુક્તિ કેમ ?
ચાર વર્ષ પહેલાં દર વર્ષે પાંચ ટકા કર ના દર અકારતા પહેલા દામનગર ની જાહેર જનતા ને વિશ્વાસ માં કેમ નહિ લેવાની ? આવો અધિકાર કોણે આપ્યો ? કર ના દર અકારતા પૂર્વે ચોરા ચાવડી ઉપર જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી વાંધા સૂચનો મેળવવા કે તેના સ્લેબ નક્કી કરવા કાયદા થી સ્થાપિત લોકો ના અધિકારો સમાપ્ત કરવાનું કારણ શું ? આગામી તા.૧૯ /૧૧/૨૪ ના રોજ પાલિકા ની સામાન્ય સભા માં આ પ્રશ્ને સત્તાધીશો બોલશે ? કે મોની બાબા બની રહેશે ?
પાલિકા ના સત્તાધીશો એ ચાર વર્ષ પહેલાં ઓટોમેટિક પાંચ ટકા વેરા દર વર્ષે વધારો કોઈ પણ ની જાણ બહાર કર્યો અને હજી ફરી વખત વેરો વધારવા તજવીજ કેમ ? રાજ્ય સરકાર નો પરિપત્ર ઠરાવ આદેશ હોય કરોડો ની ગ્રાન્ટ પણ મળતી હોય તેમ છતાં કર ના દર વારંવાર આકારવા આમ સામાન્ય પ્રજા માટે અતિશય થઈ પડે છે દામનગર ના ક્યાં વિસ્તારો માં નિયમિત સફાઈ કામદારો છે ? ૨૦૦૦ જેટલા ભૂતિયા નળ જોડાણો છે વર્ષે ૧૨ લાખ નો પાણી વેરો અને ડિપોઝીટ ના ૩૦ લાખ મળી વાર્ષિક ૪૨ લાખ નો ફાયદો સરકાર અને પાલિકા તંત્ર એ મેળવવો જોઈ એ તેના બદલે વારંવાર વેરો વધારો ક ? દામનગર પાલિકા ના સત્તાધીશો એ આમ સામાન્ય જનતા ને અસહ્ય કર ના ભારણ માંથી રાહત રૂપ બનવું જોઈ એ સમગ્ર શહેરીજનો વેરો ભરે અને સફાઈ માત્ર ચૂંટાયેલ પદા અધિકારી ઓની શેરી ગલી માજ કેમ ? આવો વિશેષા અધિકાર તો બંધારણ થી કોઈ ને નથી સમાન ધોરણે આવશ્યક સેવા ઓ એ દરેક નાગરિક નો બંધારણીય હક્ક અધિકાર છે એ છીનવી ઉપર થી અસહ્ય કર ના દર આકારવા પુનઃ આકારણી કેમ ?
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.