ભાવનગર રેલવે ડિવિઝનના બુકિંગ ક્લાર્કે પ્રમાણિકતા બતાવીને મુસાફરને ₹25,000ની કિંમતનો મોબાઈલ પરત કર્યો
(રિપોર્ટ:- અસરફ જાંગડ)
વેસ્ટર્ન રેલવેનું ભાવનગર ડિવિઝન રેલવે મુસાફરોને મદદ કરવા હંમેશા તત્પર રહે છે, 11 નવેમ્બર, 2024 (સોમવાર)ના રોજ રાત્રિના લગભગ 22.00 વાગ્યે એક મુસાફર ટિકિટ લેવા માટે ભાવનગર પરા રેલવે સ્ટેશનની ટિકિટ બુકિંગ વિન્ડો પર આવ્યો હતો, ટિકિટ લીધા બાદ તે ત્યાંથી નીકળી ગયો, તે દરમિયાન તેણે ભૂલથી તેનો એક મોબાઈલ ફોન ટિકિટ બુકિંગ વિન્ડો પર છોડી દીધો, જેની અંદાજિત કિંમત ₹25,000/- હશે.ઓન ડ્યુટી બુકિંગ ક્લાર્ક વિક્રમસિંહ આર. મકવાણાએ જ્યારે ટિકિટ બુકિંગ વિન્ડો પર પડેલો ફોન જોયો ત્યારે તેમણે તરત જ ટિકિટ બારી પર મોબાઈલ ફોન પડેલો હોવાની જાહેરાત કરી હતી. વારંવારની જાહેરાત બાદ એક મુસાફર ટિકિટ બુકિંગ વિન્ડો પર પહોંચ્યો. ત્યારે બુકિંગ ક્લાર્ક વિક્રમસિંહ આર. મકવાણાએ ફોન બતાવતા મુસાફરે તેનો ફોન ઓળખ્યો, જરૂરી પૂછપરછ કર્યા પછી, સ્ટેશન માસ્ટર ડી.ડી. કંસારા અને એક પી. મેનની હાજરીમાં મોબાઈલ ફોન મુસાફરને સોંપવામાં આવ્યો. આ માટે મુસાફરે બુકિંગ ક્લાર્ક વિક્રમસિંહ આર. મકવાણા અને રેલવે પ્રશાસનનો આભાર માન્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.