ખેડૂતો/ડીલર્સ ખાતર માટેની રજુઆત કરી શકે તે માટે બોટાદ જિલ્લા નાયબ ખેતી નિયામકની કચેરી (વિસ્તરણ) ખાતે રૂમ નં.૧૫માં કંન્ટ્રોલ રૂમ કાર્યરત
(અજય ચૌહાણ દ્વારા)
ચાલુ વર્ષ રવી ઋતુમાં વાવેતર ખુબ મોટા પ્રમાણમાં થયેલું હોવાથી તેમજ હાલમાં ખાતરની જરૂરીયાત માટે પીક પીરીયડ ચાલતો હોવાથી ખેડૂતો ખાતર ખરીદી રહ્યા છે. રાજ્યમાં રાસાયણિક ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતો/ડીલર ખાતર માટેની રજુઆત કરી શકે તે માટે બોટાદ જિલ્લા નાયબ ખેતી નિયામકની કચેરી (વિસ્તરણ) ખાતે રૂમ નં.૧૫માં કંન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે.ખેડૂતો/ડીલર્સ કચેરીના ફોન નં (૦૨૮૪૯) ૨૭૧૩૪૬ પર પણ સંપર્ક સાધી શકે છે. રવિવાર તથા અન્ય જાહેર રજામાં કંન્ટ્રોલ રૂમ બંધ રહેશે જેની નોંધ લેવા બોટાદ જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા જણાવવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.