જૂનાગઢની કુ. રાધા મહેતાએ “ભારતીય તત્ત્વજ્ઞાન, વેદાંત અને ધર્મશાસ્ત્ર” વિભાગમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવી “બેસ્ટ રીસર્ચ પેપર”નો એવોર્ડ કર્યો પ્રાપ્ત
જૂનાગઢની કુ. રાધા મહેતાએ “ભારતીય તત્ત્વજ્ઞાન, વેદાંત અને ધર્મશાસ્ત્ર” વિભાગમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવી “બેસ્ટ રીસર્ચ પેપર”નો એવોર્ડ કર્યો પ્રાપ્ત
"સ્વપ્નો અને વાસ્તવિકતા: ગૌપાદાચાર્યની ફિલસૂફી અને નોલાનની શરૂઆત વચ્ચેની સમાનતાઓ વિષય પર પોતાનું રીસર્ચ પેપર રજૂ કરનાર રાધા મહેતાએ જૂનાગઢનું ગૈારવ વધાર્યુ- પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી કુલપતિ
જૂનાગઢ તા. ૧૨, ભારતીય વિદ્વત્ પરિષદ દ્વારા “અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલન ૨૦૨૪”નું આયોજન ઉડુપી, કર્ણાટક ખાતે થયુ હતુ. આ સંમેલનમાં ભારતભરમાંથી લગભગ ૧૦૩૦ રિસર્ચ સ્કોલર્સ, પ્રોફેસર્સ તથા વિવિધ યુનિવર્સિટીના વિભાગાધ્યક્ષ અને ભારતીય પ્રાચ્યવિદ્યાના તજજ્ઞોએ અહીં પોતપોતાના રીસર્ચ પેપર રજૂ કર્યા હતા.
વેદ, વેદાંત, દર્શન, ધર્મશાસ્ત્ર, જ્યોતિષ, ન્યાય, મીમાંસા, વ્યાકરણ, પાલી, પ્રાકૃત, મૉર્ડન સંસ્કૃત સ્ટડીઝ, કમ્પ્યુટેશનલ સંસ્કૃત, આર્કિયોલોજી, ઇન્ડોલોજી વગેરે અલગ અલગ વિભાગમાં આ રીસર્ચ પેપર અંગે ચર્ચાસત્ર પણ યોજાયા હતા જૂનાગઢના ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હાલમાં પી.એચડી કરી રહેલા રીસર્ચ સ્કોલર રાધા મહેતાએ પોતાનું “Dreams and Reality: Examining the Parallels between Gauḍapādacarya’s philosophy and Nolan’s Inception” એટલે કે "સ્વપ્નો અને વાસ્તવિકતા: ગૌપાદાચાર્યની ફિલસૂફી અને નોલાનની શરૂઆત વચ્ચેની સમાનતાઓની વિષય પરનું રીસર્ચ પેપર રજૂ કરી, “ભારતીય તત્ત્વજ્ઞાન, વેદાંત અને ધર્મશાસ્ત્ર” વિભાગમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવી “બેસ્ટ રીસર્ચ પેપર”નો એવોર્ડ પ્રાપ્ત કર્યો આજ રોજ કુ. રાધા મહેતા પોતે જ્યાં રીસર્ચ સ્કોલર તરીકે પીએચ.ડી. કરી રહ્યા છે તે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.(ડો.) શ્રી ચેતનભાઈ ત્રિવેદીને મળી પોતાની સિધ્ધી અંગે યુનિ.નાં માર્ગદર્શન અંગે ઋણાનુભાવ વ્યક્ત કરી પોતાની ખુશીઓ અધ્યાપકગણ અને યુનિ સ્ટાફ સાથે વહેંચી હતી. આ તકે કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ રાજીપો વ્યક્ત કરી કુ. રાધા મહેતાને જીવનમાં ઉત્તરોત્તર સિધ્ધીઓ સર કરવા અભિનંદન પાઠવી જણાવ્યુ હતુ કે “ભારતીય તત્ત્વજ્ઞાન, વેદાંત અને ધર્મશાસ્ત્ર” વિભાગમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવી “બેસ્ટ રીસર્ચ પેપર”નો એવોર્ડ કર્યો પ્રાપ્ત કરી કુ.રાધા મહેતાએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની સાથે જૂનાગઢ અને ગુજરાતનું ગૈારવ વધાર્યુ છે. પી.એચડી કરી રહેલા રીસર્ચ સ્કોલર રાધા મહેતાને માર્ગદર્શક ડો. જેસિંગ વાંઝા સહિત યુનિ.નાં રજિસ્ટ્રાર ડો. ડી.એચ. સુખડીયા સહિત અધ્યાપકગણે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટ અસ્વિન પટેલ જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.