ગુજરાતની નગરપાલિકાઓમાં જન્મના દાખલામાં લખાતી અટક માટે નિયમો અલગ – અલગ થી અરજદારો પરેશાન…!! કૌશિકભાઈ વેકરીયા આ પ્રશ્ન હલ કરે..
ગુજરાતની નગરપાલિકાઓમાં જન્મના દાખલામાં લખાતી અટક માટે નિયમો અલગ - અલગ થી અરજદારો પરેશાન...!! કૌશિકભાઈ વેકરીયા આ પ્રશ્ન હલ કરે.. જન્મ - મરણની નોંધણી ફરજિયાત હોય છે.તેના આધારે જ લાભાર્થીના બીજા જરૂરી કાર્ડ અને લાભ મળવા પાત્ર થતાં હોય તો સરકારી કચેરીઓમાં કામ સત્વરે થતાં હોય છે. ખૂબજ જરૂરી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેમ કે નગરપાલિકાઓમાં જન્મ - મરણની નોંધ માટે આધારની જરૂર હોય છે..અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં રહેતા આશિષભાઈ જન્તિભાઈ મકવાણાની પુત્રીનો જન્મ તા.૧૫-૦૯- '૨૪ નાં રોજ અમરેલીની સિવિલ હોસ્પિટલમાં થયો હતો,જેથી અમરેલી નગરપાલિકામાં થી કાઢી આપેલ જન્મના દાખલામાં નામ પહેલાં અટક લખવાને બદલે છેલ્લે અટક લખેલો દાખલો કાઢી આપેલ. આ જન્મના દાખલાનાં આધારે આશિષભાઈ મકવાણા દામનગર નગરપાલિકામાં તેમની પુત્રી જીનલના આધાર કાર્ડ કઢાવવા માટે તા.૧૧-૧૧-૨૦૨૪ નાં રોજ આધાર કાર્ડ કેન્દ્રમાં જતાં,ત્યાં ઓપરેટરે જણાવેલ કે તમે લાવેલ જન્મના દાખલામાં અટક છેલ્લે લખેલ છે એટલે તમારી દીકરીનું આધાર કાર્ડ નહિ નીકળેનો જવાબ આપતા,તો શું ગુજરાતની નગરપાલિકાઓમાં આધાર કાર્ડ માટે સોફ્ટવેર અલગ - અલગ હોય છે...!!? તા.૦૯-૧૧-૨૪ નાં રોજ આશિષભાઈ મકવાણા અમરેલી નગરપાલિકામાં જઈને દાખલા કાઢી આપતા રજીસ્ટ્રારને કહેતા એવો જવાબ આપેલ કે આ દાખલામાં અટક પહેલાં લખી દેવામાં નહિ આવે... તો સવાલ એ ઉઠે છે કે નગરપાલિકાઓમાં અટક માટે અલગ - અલગ નિયમો કેમ...!!? અમરેલી નગરપાલિકામાં જન્મ મરણના દાખલા માટે ઉપયોગમાં લેવાતું કોમ્પ્યુટરમાં સોફ્ટવેર અલગ કેમ છે..!! આવા તો કેટલાય અરજદારોને ટલ્લે ચડાવાતા હશે ..!! અમરેલીના ધારાસભ્ય - નાયબ ઉપ દંડક કૌશિકભાઈ વેકરીયા આ બાબતે અમરેલી નગરપાલિકામાં ને સરકારમાં સૂચના આપી આ મહત્વના મુદ્દાને પ્રાધાન્યતા આપી અરજદારોનો પ્રશ્ન હલ કરે એવી લાગણી છે. ( અતુલ શુક્લ દામનગર. )
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.