મંત્રી નિમુબેન બાંભણીયા અને સાંસદ પુરુષોતમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં લાઠીદડ સબયાર્ડ ખાતે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું
(અસરફ જાંગડ દ્વારા)
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી, બોટાદ દ્વારા લાઠીદડ સબયાર્ડ, લાઠીદડ ખાતે ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયા અને રાજકોટના સાંસદ પુરુષોતમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ અવસરે મંત્રી નિમુબેન બાંભણીયા અને સાંસદ પુરુષોતમ રૂપાલા દ્વારા પ્રેરક પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલના સમાજપ્રેમ અને રાષ્ટ્રના સર્વગ્રાહી વિકાસના સપનાને સમર્પિત પ્રતિમા સ્થાપનાના અવસરને વધાવ્યો હતો. કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, અગ્રણી મયૂરભાઈ પટેલ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાન સ્વતંત્રતા સેનાની અને ભારતના એકતા અને અખંડિતતા માટે પ્રેરણારૂપ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ સમારોહમાં મોટી સંખ્યામાં બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથો સાથ સંધ્યા સમયે મહેમાનોની ગરીમામય ઉપસ્થિતિમાં બોટાદના વતની એવા કવિ પાલ જેઓની પુણ્યતિથિ નિમિત્તે બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે કવિ પાલના સંભારણા અંતર્ગત સંતવાણી અને શહિદ વંદના કાર્યક્રમ યોજાયો હતો.આ અવસરે કવિ પાલના પરિવારજનોનું સન્માન કરાયું હતું. સુપ્રસિદ્ધ ગાયક કલાકાર હેમંત ચૌહાણે સંગીત સંધ્યામાં સુર રેલાવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.