જસદણમાં એક વીઘામાં વિશાળ મેટ્રો સીટી જેવા કન્યાદાન ફેશન શો રૂમ ના ઉદઘાટન પ્રસંગે મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ હાજરી આપી જસદણ વિછીયાના લોકોને હવે અમદાવાદ રાજકોટ જવાની જરૂર નહીં પડે ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ થતા પ્રશંસા કરી - At This Time

જસદણમાં એક વીઘામાં વિશાળ મેટ્રો સીટી જેવા કન્યાદાન ફેશન શો રૂમ ના ઉદઘાટન પ્રસંગે મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ હાજરી આપી જસદણ વિછીયાના લોકોને હવે અમદાવાદ રાજકોટ જવાની જરૂર નહીં પડે ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ થતા પ્રશંસા કરી


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ શહેરના આટકોટ રોડ કોટડીયા હોસ્પિટલ સામે શહેરનો સૌથી મોટો મેટ્રો શો રૂમ આશરે એક વીઘા જેટલી જમીનમાં પથરાયેલ કન્યાદાન ફેશન શો રૂમ ના ઉદઘાટન પ્રસંગે જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયાએ હાજરી આપી હતી. અને જણાવ્યું હતું કે હવે જસદણ વિછીયાના લોકોને રાજકોટ અમદાવાદ જવાની જરૂર નહીં પડે જેમ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ વિછીયાનો વિકાસ કર્યો છે તેમ શહેરી જનો પણ વિકાસ માટે આગળ ડગ માંડી રહ્યા છે. આ પ્રસંગે મંત્રી બાવળિયા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણિયા, જસદણના રાજવી દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર, ચોહલીયા ન્યુઝ ગુજરાત મીડિયા હાઉસના ચેરમેન નરેશભાઈ ચોહલીયા, તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, પૂર્વ પ્રમુખ અલ્પેશભાઈ રૂપારેલીયા, સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો એ હાજરી આપી હતી. તદુપરાંત કન્યાદાન શોરૂમ ફેશનના ઓનર ભાવેશભાઈ હિરપરા, ચેતનભાઇ ખોયાણી, વિવેકભાઈ હિરપરા, અંકિતભાઈ મોલીયા તથા જનકભાઈ સહિતના કન્યાદાન ફેશન શો રૂમ ના માલિકોએ સર્વ આગેવાનોને ખૂબ જ આદર થી આવકાર આપી સન્માન કર્યું હતું. અને આગેવાનો દ્વારા આ નવા સાહસને વધાવવામાં આવ્યું હતું. અને ખૂબ જ નાના સેન્ટરમાં આ પ્રકારના શોરૂમની પ્રશંસા કરી હતી કે હવે જસદણ વિછીયાના પ્રજાજનોએ રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નહીં પડે ઘર આંગણે જ તમામ ફેશન સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવુ જણાવી રાજીપો વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.