જસદણ વિંછીયા તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાયુ - At This Time

જસદણ વિંછીયા તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાયુ


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
અમરાપુર શૈક્ષણિક સંકુલ નાં પ્રાંગણમાં સમાજના શ્રેષ્ઠીઓ સામાજિક રાજકીય અને કર્મચારી મંડળના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આગામી દિવસોમાં કોળી સમાજ ભવનના નિર્માણ તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને સમૂહ લગ્ન સમારોહ અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે આગામી દિવસોમાં યોજવા અંગે જરૂરી ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું હતું. સમાજ પ્રબળ એકતા સાથે દરેક ક્ષેત્રમાં વધુમાં વધુ પ્રગતિ કરી રાષ્ટ્ર નિર્માણમાં અનેરૂ યોગદાન પુરૂ પાડે તેવો અનુરોધ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કર્યો હતો. સ્નેહ મિલન સમારોહ પ્રસંગે જેશાભાઈ સોલંકી, કડવાભાઈ જોગરાજીયા, વિનોદભાઈ વાલાણી, પ્રેમજીભાઈ રાજપરા, રવજીભાઈ સરવૈયા, મુકેશભાઈ મેર તેમજ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.