'ગુજરાતમાં દેવામાફી કેમ નહીં...?' મહારાષ્ટ્રમાં દેવા નાબુદી વાયદો વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદ / ધારાસભ્ય.. - At This Time

‘ગુજરાતમાં દેવામાફી કેમ નહીં…?’ મહારાષ્ટ્રમાં દેવા નાબુદી વાયદો વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદ / ધારાસભ્ય..


'ગુજરાતમાં દેવામાફી કેમ નહીં...?'

મહારાષ્ટ્રમાં દેવા નાબુદી વાયદો વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદ / ધારાસભ્ય..

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેને લઈને ગુજરાતના ખેડૂતો છૂપો રોજ પેદા થયો છે ખાનગીમાં ડરાવી ધમકાવી ખેડૂતોને બોલતા બંધ કર્યા છે ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતનું દેવુ માફ કરવા વચન આપ્યુ છે. આ જોતાં ગુજરાતના ખેડૂતો તેમજ ખેડૂતો આગેવાનોમાં સવાલ પેદા થયો છે ગામડાની મુલાકાત દરમિયાન તેમજ નવા વર્ષના ચાલતા ધાર્મિક કાર્યક્રમોમાં અને ફોન કરીને અમને જણાવી રહ્યા છે કે તમે કંઈક બોલો કે, ગુજરાતમાં બરબાદ થયેલા તેમજ અતિવૃદ્ધિથી નિષ્ફળ ગયેલા પાકમાં ખેડૂતોના ધિરાણ માફ કરવામાં વર્ષોથી સત્તામાં બેઠેલી ભાજપ સરકાર અને ગુજરાતના દેશમાં સત્તામાં બેઠેલા વડાપ્રધાન અને તેના કેબિનેટ મંત્રીશ્રીઓ ગુજરાતની આંધળી અને બેરી સરકાર કેમ સમજતી નથી આભાજપની બેધારી નીતિને લઈને ખેડૂતો અને ખેડૂત નેતાઓમાં નારાજગી ઊભી થઈ છે
મહારાષ્ટ્રની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી વચનોની લ્હાણી કરી છે. ભાજપે મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવામાફીનુ વચન આપ્યું છે સાથે સાથે મહિલાઓને માસિક રૂા.1500 સન્માન રાશી આપવાનુ પણ એલાન કર્યુ છે. ગુજરાતમાં વિધવા ત્યાકતા ને સહાય પણ મળતી નથી ગરીબ કુટુંબો તેમજ નાના ફેરી ઉપર રોજીરોટી કમાતા નાના વેપારીઓ ભાજપના વચનને પગલે ખેડૂતો સાથે રોષે ભરાયાં છે કેમકે, આ વખતે ચોમાસામાં ભારે વરસાદથી ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોચાડ્યું છે. ખેડૂતોના મોઢામાંથી જાણે કોળિયો છિનવાયો છે.
ખેતી તો ઠીક, પણ ખેતરો ધોવાયા છે. આ પરિસ્થિતીમાં ખેડૂતોની આર્થિક સ્થિતી એટલી હદે બગડી છેકે, ખાતર માટે પણ નાણાં નથી. હજુ મોટાભાગના ખેડૂતોના રાહત સહાય પેકેજનો લાભ મળી શક્યો નથી. કૃષિ સહાય તો બાજુએ રહી, પણ ખેડૂતોએ 104 તાલુકામાં લીલો દુકાળ જાહેર કરવામાં માંગ કરી છે તેને સરકાર સ્વિકારવા તૈયાર નથી. ખેડૂતોના ચાલુ વર્ષના ધિરાણ માફ કરવાની વાત પણ સરકારે બાજુ પર મૂકી દીધી છે.
ખેડૂતોનું કહેવુ છેકે, અન્ય પક્ષો વચન આપે તો રેવડીના નામે ભાજપ હોબાળો મચાવી રહ્યુ છે. છેલ્લાં ૩૫ વર્ષથી ગુજરાતના મતદારો ખોબલે ખોબલે ભાજપને મત આપી રહ્યાં છે ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં લાડલી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે પણ ગુજરાતમાં આ યોજનાનો કેમ અમલ કરવામાં આવતો નથી. ગુજરાતની મહિલાઓને મહિને રૂા.1500 સન્માન રાશી આપવામાં સરકાર કેમ પાછીપાની કરી રહી છે.
ગુજરાતમાં અન્ય રાજ્યની જેમ લોકોને સસ્તા રાંધણ ગેસ આપવામાં આવતા નથી. આમ, અન્ય રાજ્યમાં લાભ આપનાર ભાજપ ગુજરાતમાં મતદારોની રીતસર અવગણના કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ભાજપની બેધારી ગુજરાતના લોકો એ જાણી હવે સમજવાની જરૂર ઊભી થઈ છે ખેડૂતોને ખાતર મળતું નથી એક પણ ભાજપનો આગેવાન બોલતો નથી ક્યાં ગયા છે ખેડૂતો પ્રેમી લોકો કેમ દેખાતું નથી તેમ જણાવી શ્રી ઠુમ્મરે એકને ગોળ,બીજાને ખોળની નીતિ ભાજપે અપનાવી છે. ચૂંટણીમાં ખોટા વચનો આપી કેવી રીતે જીતી જવું ભ્રષ્ટનીતિ અપનાવી ધારાસભ્યો તેમજ સરકાર તોડવી એજ ભાજપનો હંમેશા પ્રયાસ રહ્યો છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.