“વિશ્વ જાહેર પરિવહન દિન”
વેરાવળ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને પુષ્પગુચ્છ અને ચોકલેટનું વિતરણ કરી અભિવાદન કરાયું
વિદ્યાર્થી પાસ, શ્રવણ તીર્થ દર્શન સહિતની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરાયા
ગીર સોમનાથ, તા.૧૧: "વિશ્વ જાહેર પરિવહન દિન"ની ઉજવણીના ભાગરૂપે વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા વેરાવળ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોને પ્રવાસલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ જાહેર પરિવહન દિન નિમિત્તે મુસાફરોને પુષ્પગુચ્છ અને ચોકલેટનું વિતરણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું અને મુસાફરોને મુસાફરી પાસ, ગ્રામીણ વિદ્યાર્થીઓને મુસાફરી પાસ,પાસ, ૪૦થી ૪૫ % શારીરિક અપંગતા ધરાવતારાવતા વ્યક્તિને પાસ, અંધજનો, કેન્સરના દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ સારવાર અર્થે, રોજગાર કચેરીની ભલામણ દ્વારા ઈન્ટરવ્યૂ માટે જતા બેરોજગાર વ્યક્તિઓને તેમજ શ્રવણ તીર્થદર્શન યોજના સહિત નિગમમાં હાલ કાર્યરત યોજનાઓના પેમ્ફલેટનું વિતરણ કરી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં ડેપો કર્મચારીઓને નિગમનું સૂત્ર "સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ" સાર્થક નીવડે એ હેતુસર તેમજ મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે મુજબની કાર્યશૈલી અપનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી 9825695960
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.