ઝેરી સાપને ગળામાં લપેટીને ડાન્સ કરતો હતો આર્ટિસ્ટ:લાઇવ પર્ફોર્મન્સમાં કોબરા સાપે અચાનક ડંખ માર્યો, ડાન્સ વચ્ચે ચક્કર ખાઈને બેભાન થઈ પડી ગયો; Video - At This Time

ઝેરી સાપને ગળામાં લપેટીને ડાન્સ કરતો હતો આર્ટિસ્ટ:લાઇવ પર્ફોર્મન્સમાં કોબરા સાપે અચાનક ડંખ માર્યો, ડાન્સ વચ્ચે ચક્કર ખાઈને બેભાન થઈ પડી ગયો; Video


બિહારના સહરસામાં ઝેરી સાપ સાથે ફિલ્મી ગીત પર ડાન્સ કરવો એક કલાકારને ભારે પડ્યો. આવું એટલા માટે થયું, કેમ કે લાઇવ સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન કોબરા સાપે કલાકારને ડંખ મારી દીધો હતો. એ પછી કલાકારની તબિયત બગડી હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જોકે આ સંપૂર્ણ મામલો સહરસા જિલ્લાના સત્તરકટૈયા પ્રખંડના રકિયા બિજલપુર વોર્ડ નંબર 6નો જણાવવામાં આવી રહ્યો છે. અહીં છઠપૂજાના અવસરે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકાર ફિલ્મી ગીત પર સાપને ગળામાં લપેટીને ડાન્સ કરી રહ્યો હતો. આ સ્ટેજ પર બે કોબરા સાપ હતા અને ગીતની ધૂનમાં કલાકાર એટલો ખોવાઈ ગયો કે કોબરાએ એક કલાકારને ડંખ માર્યો એની જાણ જ ના થઈ. ડાન્સની વચ્ચે જ્યારે કલાકારને ચક્કર આવવાનું શરૂ થયું ત્યારે તેને જાણ થઈ કે કોબરા સાપે તેને ડંખ માર્યો છે. એ પછી કલાકાર અચાનક બેભાન થઈ જાય છે અને સ્ટેજ પર અફરાતફરી મચી જાય છે. જાણકારી પ્રમાણે, લગભગ 2000 રૂપિયા માટે આ કલાકારો પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોના મનોરંજન માટે સ્ટેજ પ્રોગ્રામ કરે છે અને ઝેરી સાપ સાથે ફિલ્મી ગીત પર ડાન્સ કરે છે. જો સમય રહેતા તે કલાકારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ન હોત તો તેનો જીવ પણ જઈ શક્યો હોત. આ પહેલાં કલાકારને અનેક તાંત્રિકો પાસે લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં પણ તેની સ્થિતિ સારી ન થતાં તેને સહરસા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલુ છે. ત્યાં જ ઘટનાના શિકાર થયેલા ગૌરવ કુમારે જણાવ્યું કે અનેક વર્ષોથી તેઓ આ પ્રોગ્રામ કરી રહ્યા છે. તેઓ વિવિધ જિલ્લામાં જઈને સાપ સાથે રમે છે અને લોકોનું મનોરંજન કરે છે, પરંતુ આ પ્રકારની ઘટના પહેલીવાર બની છે. નગીના ડાન્સની ધૂન પર અમે બધા લોકો ડાન્સ કરી રહ્યા હતા અને સામે કોબરા સાપ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન કોબરા સાપે હાથ ઉપર ડંખ મારી દીધો, પરંતુ એ સમયે કોઈ જાણ થઈ નહીં. થોડીવાર પછી ચક્કર આવવાનાં શરૂ થઈ ગયાં અને જોતજોતાંમાં હું સ્ટેજ પર જ બેભાન થઈ ગયો. એ પછી મિત્રો મને તાંત્રિક પાસે લઈ ગયા, પરંતુ ત્યાં સાપનું ઝેર નીકળ્યું નહીં એટલે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.