ISRO ચીફે કહ્યું- 2040 સુધીમાં ભારતીયને ચંદ્ર પર મોકલીશું:સ્પેસ ટુરિઝમમાં અપાર સંભાવનાઓ; મૂન મિશન પહેલા સ્પેસ સ્ટેશન બનાવવાની જરૂર છે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના પ્રમુખ ડૉ. એસ. સોમનાથે કહ્યું- અમારો લક્ષ્ય 2040 સુધીમાં ચંદ્ર પર ભારતીયને પહોંચાડવાનું છે. આ માટે આપણે સ્પેસ સ્ટેશન બનાવવાની જરૂર છે, કારણ કે ચંદ્ર પર મનુષ્યને મોકલવા માટે એક ઈન્ટરમીડિયમ હોવું જોઈએ. આ માટે માઈક્રોગ્રેવિટી રિસર્ચ અને ઘણા ખાસ સ્પેસ મિશનના લક્ષ્યો પુરા કરવા પડશે. તેમણે કહ્યું કે હાલમાં અમે લર્નિંગ ફેઝમાં છીએ અને અમારી શીખવાની યાત્રા અવિરત ચાલુ છે. ઈસરોના વડાએ રવિવારે ઝુંઝુનુ જિલ્લામાં બિરલા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ (BITS) પિલાની ઈન્સ્ટિટ્યૂટમાં આયોજિત દીક્ષાંત સમારોહમાં આ વાત જણાવી હતી. ભારતમાં સ્પેસ ટુરિઝમ ક્ષેત્રે અપાર સંભાવનાઓ છે
તેમણે કહ્યું- અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્ક મનુષ્યને ચંદ્ર પર મોકલવાની અને મંગળ પર એક સોસાયટી સ્થાપિત કરવાનો પ્લાન કરી રહ્યા છે. તેમની યોજના લાખો લોકો માટે ત્યાં (મંગળ) એક કોલોની બનાવવાની છે અને લોકો એક ટિકિટથી ત્યાં જઈ શકશે. સોમનાથે કહ્યું- મને લાગે છે કે સ્પેસ ટુરીઝમનું ક્ષેત્ર નોંધપાત્ર રીતે ઉભરી આવશે. આ ક્ષેત્રમાં પણ ભારત માટે અપાર સંભાવનાઓ છે. આપણે ખૂબ સારા એન્જિનિયરિંગ માટે જાણીતા છીએ. અમારું ચંદ્ર અને મંગળ મિશન વિશ્વના સૌથી ઓછા ખર્ચના મિશન પૈકીનું એક છે. આ બંને મિશને અમને ખૂબ સન્માન આપ્યું છે. ISRO ચીફે કહ્યું- અમે આગામી 5 થી 60 વર્ષ દરમિયાન ભવિષ્ય માટેના કાર્યક્રમોની રૂપરેખા પણ તૈયાર કરી છે. સરકારે આ માટે 30 હજાર કરોડ રૂપિયાનું બજેટ પણ જાહેર કર્યું છે. હાલનો સમય અવકાશ કાર્યક્રમના ઇતિહાસમાં એક મુખ્ય ઐતિહાસિક ક્ષણ છે. આજે સ્પેસ મિશન પહેલા જેટલા મોંઘા નથી
એસ સોમનાથે વિદ્યાર્થીઓને કહ્યું - સમગ્ર સ્પેસ મિકેનિઝમ બદલાઈ રહ્યું છે. સ્પેસ સાયન્સમાં થતા ફેરફારોને સમજવા પડશે. અંતરિક્ષ સુધી પહોંચવા અને તેના નિયમો વિશે જાણવું હવે પહેલા જેટલું મુશ્કેલ નથી. જ્યારે અમેરિકનોએ ચંદ્ર મિશન વિશે વિચારવાનું શરૂ કર્યું, ત્યારે તેમને અવકાશ કાર્યક્રમ માટે મોટું રોકાણ કરવું પડતુ હતું.. તેઓએ તેમની રાષ્ટ્રીય સંપત્તિના લગભગ 20-30 ટકાનું રોકાણ કરવું પડ્યું, જેથી તેઓ આજની જેમ સાયન્સ કેપિસિટી ડેવલપ કરી શક્યા. હવે અંતરિક્ષની પહોંચ ખૂબ જ સરળ બની ગઈ છે. આજકાલ કોઈ પણ સેટેલાઇટ લોન્ચ કરી શકે છે. આ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં પણ થઈ શકે છે અને સેટેલાઇટ લોન્ચનો ખર્ચ એટલો ઘટી ગયો છે કે આજે લગભગ 20 હજાર સેટેલાઇટ અવકાશમાં છે. 50 હજારથી વધુ ઉપગ્રહો મિનિમમ-લેટેંસી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ અને ઈન્ટરનેટ સેવાઓ પ્રદાન કરી રહ્યા છે, જે ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક આંકડો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.