રાજકોટના નવા મેયર જનરલ હશે ત્યારબાદના અઢી વર્ષ SC મહિલા
રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી પાંખમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર તરીકે ઓબીસીના ચહેરા ગણાતા ડો. પ્રદીપ ડવને પદ અપાયું હતું અને ત્યારબાદ હાલ જનરલ કેટેગરીમાંથી નયનાબેન પેઢડિયા જવાબદારી સંભાળી રહ્યા છે. એક વર્ષ બાદ ફરી મનપાની ચૂંટણી યોજાવાની છે તે પહેલાં સરકારે રોસ્ટર જાહેર કરીને હવે પછીના મેયર પદ માટેની જગ્યા પણ બિનઅનામત જ રહેશે તેવું કહી દીધું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.