ધંધુકાના શ્રી મહાકાળી માતાજી મંદિરના પટાગણમાં નવનિર્મિત ડોમ ખુલ્લો મુકાયો
ધંધુકાના શ્રી મહાકાળી માતાજી મંદિરના પટાગણમાં દિપ પ્રાગટય કરી નવનિર્મિત ડોમ ખુલ્લો મુકાયો
ડોમ,રૂમો, રસોડ ાની સુવિધા થતા ધાર્મિક સહીતના પ્રસંગોમાં લોકો માટે સુવિધા કરાઈ
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ના શ્રી મહાકાળી માતાજી મંદિરના પટાગણમાં નવનિર્મિત ડોમ મહંત શ્રી ૧૦૦૮ આશુતોષગીરી બાપુ ગોસ્વામી ના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ધંધુકાના શ્રી મહાકાળી માતાજી મંદિરના પટાગણમાં નવનિર્મિત ડોમ મંદિરના ટ્રસ્ટીઓ ધ્વારા બનાવામાં આવ્યા છે.જે ડોમ બનતા ધાર્મિક કે અન્ય કોઈ પણ પ્રસંગોમાં તેનો ઉપયોગ થઈ શકશે.જે જાહેર જનતા અને ભક્તો તેનો ઉપયોગ કરી શકશે.મંદિર પટાગણ માં એક રસોડુ તથા અન્ય બે રૂમો નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહંત શ્રી ૧૦૦૮ આશુતોષગીરી બાપુ ગોસ્વામી ભીમનાથ મહાદેવ તથા બાલા હનુમાન મહંત રામેશ્વર પ્રસાદ, ચિત્રકૂટ ના વૈષ્ણવી દેવી, ભદ્રેશ્વર મહાદેવ મહંત ધંધુકા રામજી મંદિરના ભદુભાઈ મહારાજ પૂર્વ ચેરમેન કારોબારી નગરપાલિકા,ધંધુકા પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ગોહિલ, કેળવણીકાર નારણભાઈ પટેલ, પૃથેશભાઈ શાહ, રમેશભાઈ પટેલ તથા મંદિરના ટ્રસ્ટીઓ કનુભાઈ કણઝરીયા, જગદીશભાઈ કંસારા, ચમનભાઈ હીરાણી, સુરેશભાઈ કણઝરીયા, તથા જયંતિભાઈ ઉપરાંત શ્રી મેલડી માતાજી ટ્રસ્ટના મંત્રી પ્રકાશભાઈ ધંધુકીયા સહીત વિશાળ સંખ્યામાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમનું સંચાલન હરીઓમભાઈ સોલંકીએ સફતાપૂર્વક કર્યું હતુ.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.