બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ૠષી સુનકે તેમના ધર્મપત્ની અક્ષતા મૂર્તિ સાથે યુ.કે. ના લેસ્ટર મુકામે આવેલ રામ મંદીર ખાતે દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. - At This Time

બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ૠષી સુનકે તેમના ધર્મપત્ની અક્ષતા મૂર્તિ સાથે યુ.કે. ના લેસ્ટર મુકામે આવેલ રામ મંદીર ખાતે દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.


બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ૠષી સુનકે તેમના ધર્મપત્ની અક્ષતા મૂર્તિ સાથે યુ.કે. ના લેસ્ટર મુકામે આવેલ રામ મંદીર ખાતે દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

બ્રિટન લેસ્ટરના લોહાણા મહાજનના પ્રમુખ ચેતનભાઈ અમલાણીએ સમગ્ર ભારતીયો વતી વડાપ્રધાનનો આભાર માન્યો.દિવાળીની ઉજવણી ભારતભરમાં ઉત્સાહભેર કરવામાં આવે છે ત્યારે સાત સમંદર પાર યુ.કે.ના ભારતીય મૂળનાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષી સુનક તથા તેમના ધર્મપત્ની અક્ષતા મૂર્તિ સાથે લેસ્ટરમાં આવેલ રામમંદીર ખાતે સમગ્ર ભારતીયો માટે પ્રકાશનું પર્વ દિવાળીની ઉજવણી મંદીરના ભકતો તથા કમિટી મેમ્બર સાથે ખૂબ જ ધામધૂમ પૂર્વક કરી હતી તેમજ તેમની સાથે યુ.કે. ના યુવા સાંસદ અને વિશ્વભરનાં લોહાણા સમાજનું ગૌરવ એવા શિવાની રાજા તથા અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા.યુ.કે.ના લેસ્ટર લોહાણા મહાજનના પ્રમુખ ચેતનભાઈ અમલાણી અને અગ્રણીઓ દ્વારા મહેમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રામમંદીર ખાતે દિવાળીની ઉજવણી કરતી વખતે વડાપ્રધાન ઋષી સુનક તથા તેમના ધર્મપત્ની અક્ષતા મૂર્તિ ભાવવિભોર બન્યા હતાં. આ પ્રસંગે લેસ્ટરમાં વસતા ભારતીય વેપારી અગ્રણીઓ, આમંત્રીત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં. આ પ્રસંગે રામમંદીર ખાતે ૧૨૦ અગ્રણીઓ સાથે ચોપડા પૂજનનો પણ લાભ લીધો હતો અને બધાને મળીને દિવાળીની શુભકામના પાઠવી હતી અને બધા મહેમાનો સાથે ફોટા પડાવ્યા હતા.વધુ વિગત આપતા લેસ્ટર લોહાણા મહાજનનાં પ્રમુખ ચેતનભાઈ અમલાણી જણાવે છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષી સુનકને ઘણા વખતથી આમંત્રણ આપતા હતા અંતે અમારી મહેનતને સફળતા અપાવવા ભારતીય મુળના રઘુવંશી સમાજના યુવા સાંસદ શીવાની રાજા તથા ઋષી સુનકના પી.એ. અમીતભાઈ જોગીયાની મદદથી અમો આ વખતે દિવાળીની ઉજવણી ૠષી સુનક સાથે કરી શકયા તે સમગ્ર યુ.કે. માં વસતા તમામ ભારતીયો માટે ગૌરવની બાબત છે. જે બદલ ચેતનભાઈ અમલાણીએ લેસ્ટર લોહાણા મહાજન વતી ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષી સુનક તથા સાંસદ શીવાની રાજા, અમીતભાઈ જોગીયા, ભકતો, કમિટી મેમ્બર, ઉપસ્થિત સર્વે અગ્રણીઓ, મહેમાનોનો આભાર માન્યો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.