વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી પ્રવુતિ કરનાર પાંચ આગેવાનોને સભ્યપદેથી દૂર કરી સસ્પેન્ડ કરાયા.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના પાંચ લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં પાંચેય ને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી દુરી કરી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા,
જેમાં ભાજપ સાથે બળવો કરી અપક્ષ ચૂંટણી લડનાર માવજી પટેલ, ભાજપના આગેવાન અને ભાભર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલ, દેવજીભાઈ પટેલ, દલરામભાઈ પટેલ, જામાભાઈ પટેલ સહિતના આ પાંચ લોકોએ હાલમાં યોજાઈ રહેલી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચનાથી સભ્યપદેથી દૂર કરી સસ્પેન્ડ કરી શિક્ષાત્મક દાખલો બેસાડયો હતો.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.