વિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટશાસનની વધુ એક તવારીખ - At This Time

વિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટશાસનની વધુ એક તવારીખ


વિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટશાસનની વધુ એક તવારીખવિસાવદર નગરપાલિકાના વહીવટદારો જાણે પ્રજાના પૈસાને વેડફવા જ જન્મયા હોય એવું લાગે છે.બિન જરૂરી જગ્યાએ અન્ય સરકારી ખાતાની જમીનમાં પેવર બ્લોક બેસાડીને મસમોટી ગ્રાન્ટ ખાઈ જવાની પ્રક્રિયા કરવામાં આવી છે.આ બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેમણે આ પેવર બ્લોકનુ કામ અટકાવવાની વાત કરી હતી તેમજ દિવાળીના તહેવારો પછી આ બાબતે મંજુરી વગરના કામ માટે સખત પગલાં લેવાની વાત ટેલીફોનીક કરેલ હતી.પણ કોઈ કામ અટકાવવાની કામગીરી નહોતી કરી.હજૂ તો એક માસ પણ નથી થયો ત્યાં હનુમાનપરા વિસ્તારમાં આ પેવર બ્લોક ઉખડી ગયા છે તો કેટલી હલકી કક્ષાની કામગીરી થઇ હશે .અને એવી જગ્યાએ પેવર બ્લોક બેસાડીયા છે જ્યાં નાગરિકો તો શું પશુઓ પણ બેસતા નથી.વહીવટદારોના આવા વહીવટોથી હવે તો લોકો ભ્રષ્ટશાસનનો નમૂનો એટલે વિસાવદર નગરપાલિકા એમ કહી રહ્યા છે

રિપોર્ટ મુકેશ રીબડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.