ઘરેથી કોઇને કઈ કહયા વગર સાયકલ લઇને ફરવા નીકળી ગયેલ બે નાની ઉંમરના બાળકોને ગણતરીના કલાકોમા શોધી કાઢી બાળકોને તેના માતાપિતાને સુપ્રત કરતી ઇડર પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ઘરેથી કોઇને કઈ કહયા વગર સાયકલ લઇને ફરવા નીકળી ગયેલ બે નાની ઉંમરના બાળકોને ગણતરીના કલાકોમા શોધી કાઢી બાળકોને તેના માતાપિતાને સુપ્રત કરતી ઇડર પોલીસગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક સા શ્રી સાબરકાંઠા- હિંમતનગર નાઓએ સાબરકાંઠા જીલ્લામાં બાળકોને લગત અપહરણ અને ગુમ થવા અંગેના ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોઈ જે અનુસંધાને સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ઇડર વિભાગ ઇડર નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેકટર સી.જી.રાઠોડ તથા ઇડર પોલીસ સ્ટાફના માણસો આ* *દિશામાં સતત કાર્યશીલ રહી આ પ્રકારના ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા કાર્યરત રહેલ.
દરમ્યાન ગઇ કાલ તા.૦૮/૧૧/૨૦૨૪ ના રોજ બે બાળકો ઇડર કસ્બા વિસ્તાર આશરે ઉ.વ.આ.૧૨- ૧૩ ના સાંજના આશરે પાંચેક વાગ્યાના ઘરેથી સાયકલ લઈ કોઈને કઈ જાણ કર્યા વગર નિકળી ગયેલ જે બાબતે બાળકોના માતાપિતાએ પોતાના સગા સંબધીઓ તથા આજુબાજુમા તપાસ કરતા બાળકો મળી આવેલ ન હોઇ જેથી પોતે રાતના નવેક વાગ્યાના સમયે ઇડર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા અમારી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તથા અત્રેના પોલીસ સ્ટેશનની શી ટીમનુ કામ કરતા કર્મચારીઓને આ બાબતે જાણ કરી બન્ને બાળકોના ફોટોગ્રાફસ સોશ્યલ મીડીયાના માધ્યમથી અલગ અલગ સોશ્યલ મીડીયાની એપમા પ્રસારીત કરી તેમજ પબ્લીકના પોલીસને મદદરૂપ થતા માણસોનો સંપર્ક કરી બન્ને બાળકોને શોધી કાઢવા સારુ તજવીજ હાથ ધરવામા આવેલ અને પોલીસ તેમજ સીવીલીયન માણસો તેમજ પોલીસના અંગત બાતમીદારોનો સંપર્ક કરી બાળકોના ફોટા મોકલી આપી બાળકોની શોધખોળ ચાલુમા હતી તે દરમ્યાન શી ટીમના માણસોને અંગત બાતમી રાહે બાતમી હકીકત મળેલ કે આ બન્ને બાળકો દરામલી રોડ તરફ જતા જોવા મળેલ છે. અને ટેકનીકલ તેમજ હયુમન સોર્સીસના માધ્યમથી બાળકોની શોધખોળ ચાલુમા હતી તે દરમ્યાન રાતના આશરે બારેક વાગ્યાની આસપાસ કોઇ પબ્લીકના માણસ ધ્વારા મો.નં.૯૯૨૪૯૩૨૩૮૦ પરથી બાળકના પિતાજી અહેસાનખાન જાફીરખાન પઠાણ રહે.મદની સોસાયટી ઇડર તા. ઇડર નાઓના મોબાઇલ પર ફોન આવેલ અને જણાવેલ કે આ બન્ને બાળકો હાલમા મોતીપુરા-હિંમતનગર ખાતે મોતીપુરા ચોકી નજીક ઉભા છે. જે બાબતે બાળકોના પિતાએ પો.સ્ટે ખાતે આ ફોન આવેલ તે મોબઈલ નંબર પર વાત કરનાર માણસનો સંપર્ક કરી તેઓને બન્ને બાળકોને મોતીપુરા પોલીસ ચોકી ખાતે બેસાડી તેઓની સાથે રહેવા સમજ કરી તાત્કાલીક બાળકોના માતાપિતા તથા પોલીસ સ્ટાફના મહિલા કર્મચારીને મોકલી આપી ગણતરીના કલાકોમા બન્ને બાળકોને શોધી કાઢી ઇડર પો.સ્ટે ખાતે લાવી તેઓના માતાપિતાને સુપ્રત કરી ઇડર પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે.
✒️
રિપોર્ટર હસન અલી સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.