કચરો ભેગો કરી આગ લગાવતાં ફટાકડો ફૂટ્યોને 6 વર્ષની બાળકી દાઝી ગઈ, સારવારમાં
શહેરનાં મવડી ગામમાં બાંધકામ સાઈટ પર પરપ્રાંતિય શ્રમિકના બાળકો રમી રહ્યા હતા ત્યારે રમત રમતમાં બાળકોએ કચરો ભેગો કરી તેમાં આગ લગાવતાં કચરામાં રહેલ ફટાકડો ફૂટતા 6 વર્ષની ખૂશી દાઝી જતાં તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વગડ ચોકડી નજીક મવડી ગામમાં રહેતાં અને ત્યાંજ બાંધકામની સાઈટ પર કામ કરતા મોહનભાઈ વસુનિયાની 6 વર્ષની પુત્રી ખુશી ગઈ કાલ સવારે બાંધકામની સાઈટનજીક રમી રહી હતી.
ત્યારે કાગળનો કચરો ભેગો કરી તેમાં દિવાસળી વડે આગ લગાવતાં કચરામાં રહેલ ફટાકડો ફૂટતા આગની જાળથી ખુશી દાઝી ગઈ હતી. બાદ તાકીદે તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર હેઠળ છે. બનાવ અંગે બાળકીના પરિવારજને જણાવ્યું હતું કે ગઈ કાલે ખુશી અને અન્ય બાળકો બાંધકામ સાઈટ નજીક રમી રહ્યા હતા.
ત્યારે બાળકોએ કચરો ભેગો કરી તેમાં દિવાસળી લગાવતાં કચરામાં રહેલ ફટાકડો ફૂટતા ખુશીએ પહેરેલ કપડામાં આગની જાળ અડી જતાં દાજી ગઈ હતી. હળ તેણી સારવારમાં છે. ખુશી ત્રણ બહેન અને બે ભાઈમાં સૌથી નાની છે. તેઓ મૂળ મધ્ય પ્રદેશના વતની હોવાનું અને અહીં બાંધકામ સાઈટમાં મજુરી કરતાં હોવાનું જાણવા મળ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.