પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા ઈચ્છતા બોટાદ જિલ્લાના રોજગાર વાંછુકો માટે સુવર્ણ તક - At This Time

પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા ઈચ્છતા બોટાદ જિલ્લાના રોજગાર વાંછુકો માટે સુવર્ણ તક


(અજય ચૌહાણ દ્વારા)
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં આ યોજના અંતર્ગત ધો. 10, 12, આઈ. ટી. આઈ. ડિપ્લોમાં તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા 21થી24 વર્ષની વય મર્યાદા ધરાવતા રોજગાર ઈચ્છુકો માટે 12 માસની દેશની ટોચની 500 જેટલી કંપનીમાં વિનામુલ્યે ઈન્ટર્નશીપનો લાભ મળવાપાત્ર છે. જેમા ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારો કે જેઓ ફૂલ ટાઈમ કે પાર્ટ ટાઈમ નોકરી કરવા માટે ઉમેદવારી નોંધાવી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા રોજગારવાંચ્છુકોએ તા.10 નવેમ્બર, 2024 સુધીમાં www.pminternship.mca.gov.in પર ઓનલાઇન અરજી કરીને રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. રજિસ્ટ્રેશન માટે ઉમેદવારોએ પોર્ટલ પર પોતાની પ્રોફાઇલ બનાવી તેમાં અરજી કરવી. આધાર નંબર સાથે લીંક ધરાવતા મોબાઇલ નંબર, આધાર નંબર સાથે સીડ કરાવેલા એકાઉન્ટની વિગતો આ અરજીમાં જોડવાની રહેશે. અરજી કરતા સમયે આધાર કાર્ડ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે રાખવા. મહત્વનું છે કે, યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ઉમેદવારના પરિવારની કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ તેમજ પરિવારની વાર્ષિક આવક મર્યાદા 08 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આ યોજનામાં પસંદ થતા ઉમેદવારોને 12 મહિના સુધી અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની તક મળે છે. ઇન્ટર્નને, કેન્દ્ર સરકાર દ્વારા માસિક રૂ.4500 અને કંપની દ્વારા રૂ. 500ની રકમ ચૂકવવામાં આવશે. એક વખત માટે રૂ. 6000નું આકસ્મિક અનુદાન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. દરેક ઇન્ટર્ન માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષાવીમા હેઠળ વીમા કવચ આપવામાં આવે છે. વધુ વિગતો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ રૂબરૂ અથવા ટેલિફોન નંબર (02849) 271315નો સંપર્ક કરવો. તેવું એમ.બી.પ્રજાપતિ ઈનચાર્જ જિલ્લા રોજગાર અધિકારી બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.