જસદણમાં પરિણીતા પર પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના આવી સામે - At This Time

જસદણમાં પરિણીતા પર પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના આવી સામે


જસદણમાં પરિણીતા પર પાડોશી યુવકે દુષ્કર્મમાં આચર્યો. ભાડલા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. જેમાં પરિણીતા દ્વારા આક્ષેપ કરાયો હતો કે તેને ધાક ધમકી આપી જુદા જુદા સ્થળે બોલાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. માહિતી અનુસાર જસદણ તાલુકામાં આવતા કનેસરા ગામના વિપુલ રૂડાભાઈ મેવાડા નામના 25 વર્ષના આરોપીની અટકાયત કરવામાં આવી છે. જેમાં ભાડલા પોલીસ મથકે 32 વર્ષીય પરીણિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, બે મહિના પહેલા આરોપી પાડોશી શખ્સએ તેનો સંપર્ક કરી વાત કરી હતી. બાદમાં એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. અને કોઈપણ ને વાત ન કરવાની પણ ધમકી આપી હતી. ત્યાર પછી પણ અવારનવાર જુદી જુદી જગ્યાએ બોલાવીને બળજબરી પૂર્વક પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. આમ પરિણીતાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીએ તેની મરજી વિરુદ્ધ અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી ભાડલા પોલીસે ભોગ બનનારના આક્ષેપ મુજબ તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.