ગ્રામીણ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિક પેન્શનરોને ઘર આંગણે અને નજીકમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સુવિધા સરળતાથી ઉપલબ્ધ
*ગ્રામીણ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિક પેન્શનરોને ઘર આંગણે અને નજીકમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સુવિધા સરળતાથી ઉપલબ્ધ*
****
*પોસ્ટ ઓફિસમાં રુ.૭૦ ભરી હયાતીનું પ્રમાણપત્ર ઘરબેઠાં મેળવી શકશે*
***
પેન્શન ધારકોને જીવન પ્રમાણપત્ર એટલે કે હયાતીનું પ્રમાણપત્ર દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન આપવામાં આવે છે.પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટમેન-ગ્રામીણ ડાક સેવક દ્વારા આ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની સુવિધા ઘર બેઠા આપવામાં આવશે. જેથી વયોવૃદ્ધ પેન્શન ધારકોએ આ કામગીરી માટે તિજોરી કચેરી કે અન્ય વિભાગ સુધી જવાની આવશ્યકતા રહેશે નહિ. આ ઝૂંબેશ હેઠળ પેન્શનરોને તેમજ દૂરના વિસ્તારોના તમામ પેન્શનરોને લક્ષ્યમાં રાખી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રક્રિયા થકી ઘર આંગણે અથવા ઘરથી નજીક સગવડ મળી રહેશે. આ ઝૂંબેશ પેન્શનરોને પેન્શનર પરંપપરાગત કાગળ આધારિત પ્રમાણપત્રો સબમિટ કરવામાંથી મુક્તિ અપાવે છે અને ડિજિટલ પ્રક્રિયા દ્વારા DCL જમા કરાવવાની જરુરી પધ્ધતિઓને સરળ બનાવે છે. પેન્શનરોએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેન-ગ્રામીણ ડાક સેવકનો સંપર્ક કરવાનો છે. DLC જનરેશન માટે પેન્શનરે આપેલા સરનામે જઈને રુ.૭૦ની ટ્રાન્ઝેક્શન ફી મેળવી પોસ્ટમેન- ગ્રામીણ ડાક સેવા દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરી આપવામાં આવશે. આ સુવિધા માટે પેન્શનરોએ જરુરી આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક ખાતા, પીપીઓ સહિતના નંબરની વિગત પૂરી પાડવાની રહેશે.એમ ઓફિસ ઓફ સુપ્રિટેંડેંટ સાબરકાંઠા ડિવિઝનની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.