બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ ની પ્રશંસનીય કામગીરી ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના બનાવમાં માહે૧૦/૨૦૨૪ દરમ્યાન ભોગ બનનારનારૂ.૫,૮૬,૦૨૧/-(પાંચ લાખ છયાસી હજાર એક્વીસ પુરા) પરત મેળવી આપ્યા
(ચેતન ચૌહાણ દ્વારા)
સાયબર ક્રાઇમ પોલીસ બોટાદ દ્વારા ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના બનાવમાં ભોગ બનનારા 20 લોકોને તેમના ૫,૮૬,૦૨૧/-(પાંચ લાખ છયાસી હજાર એક્વીસ પુરા) પરત મેળવી અપાવ્યા છે. મે.પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા બોટાદ તથા નાયબ પો.અધિક્ષક મહર્ષી રાવલ બોટાદ વિભાગ નાખઓની સુચના અને માર્ગદર્શન મુજબ સાયબર કાઈમ પોલીસ સ્ટેશન, બોટાદ જિલ્લામાં એ.ટી.એમ.ફોડ, લોન લોટરી ફ્રોડ, જોબ ફોડ, શોપીંગ ફ્રોડ આર્મિના નામે OLX/ ફેસબૂક/ઇનસ્ટાગ્રામ એડ માંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, બોટાદ ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.