વેરાવળ – જુનાગઢ -ધંધુકા – ગાંધીગ્રામ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન
વેરાવળ - જુનાગઢ -ધંધુકા - ગાંધીગ્રામ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલ્વે દ્વારા ધંધુકા મુસાફરોને ખુબ ખબર
જૂનાગઢમાં પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર વેરાવળ- જુનાગઢ -ધંધુકા -ગાંધીગ્રામ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે. ત્યારે ટ્રેન નંબર 09556 વેરાવળ- જુનાગઢ -ધંધુકા -ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી રાત્રે 21.20 કલાકે ઉપડશે અને ધંધુકા સવારે 6:00 વાગ્યે આવશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન તેના રૂટમાં માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેનના જનરલ કોચ અને SLRD કોચ અનરિઝર્વ્ડ હશે, જેની ટિકિટ UTS કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું ચાર્જ થશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ દરરોજ 08.11.2024 થી 18.11.2024 સુધી ચાલશે.
ટ્રેન નંબર 09555 ગાંધીગ્રામ- ધંધુકા - જુનાગઢ -વેરાવળ વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને ધંધુકા બપોરે 11 :30 આવશે અને 11: 42 ધંધુકા થી ઉપડશે અને તે જ દિવસે સાંજે 17.40 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન રૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેનના જનરલ કોચ અને SLRD કોચ અનરિઝર્વ્ડ હશે, જેની ટિકિટ UTS કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું ચાર્જ થશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ દરરોજ 09.11.2024 થી 19.11.2024 સુધી ચાલશે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.