પ્રાચી તીર્થ ખાતે જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઇ
પ્રાચી તીર્થ ખાતે જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઇ પૂજા અર્ચના સમૂહ આરતી શોભાયાત્રા ગામ ધુમાડા બંધ સમૂહ પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાચી તીર્થ ખાતે આજ રોજ તા.8/11/2024ના રોજ લોહાણા રઘુવંશી ના સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 225મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે નકુલદાદા જોશી દ્વારા મંત્રોચ્ચાર કરી પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી તેમજ લોહાણા મહાજન અતિથિ ભુવન ખાતે થી માધવરાયજી મંદિર તેમજ સહેર ના મુખ્ય જેમાં નવાપરા વિસ્તાર, કટલરી બજાર, હાઇવે રોડ, વગેરે મુખ્ય માર્ગો પર બેન્ડ પાર્ટી ના તાલે જય જલારામ ના નાદ સાથે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી તેમજ પ્રાચી ગામ ધુમાડા બંધ સમૂહ પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 1500 થી 1700 જેટલા લોકો એ પ્રસાદીનો લાભ લીધો હતો આ તકે પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ લોહાણા રઘુવંશી સમાજ જોડાઈ ભારે ઉત્સાહ સાથે જલારામ બાપા 225મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગ ને સફળ બનાવવા તમામ રઘુવંશી લોહાણા સમાજ જોડાઈ ને જહેમત ઉઠાવી હતી
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી.,9825695960
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.