મિત્રતાના નાતે આપેલ ઉછીના નાણાં પરત આપતો ચેક બાઉન્સ થતાં ફરિયાદીને એક વર્ષની સજા. - At This Time

મિત્રતાના નાતે આપેલ ઉછીના નાણાં પરત આપતો ચેક બાઉન્સ થતાં ફરિયાદીને એક વર્ષની સજા.


અરવલ્લી જિલ્લાના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ્, ભિલોડા દ્વારા આરોપી વણઝારા જુજારભાઈ વક્તાભાઈ રહે. નાપડા ખાલસા ને ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ 138 મુજબ સજાને પાત્ર બનતા આરોપીને એક વર્ષની સાદી કેદ નો હુકમ કરવામાં આવ્યો છે અને મિત્રતાના નાતે લીધેલ રકમ એક માસની અંદર પરત ચુકવવી. જો એક માસમાં આ રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદ ની સજા નો હુકમ કરવામાં આવ્યો છે.
તરાર દિપકભાઈ સુરેશભાઈ રહે કરણપુર પાસેથી વણઝારા જુજારભાઈએ મિત્રતાના નાતે પશુપાલન અર્થે ભેંસો ખરીદવા 1,90 હજાર હાથ ઊંચીના લીધા હતા જે છ મહિનાના વાયદે પરત કરવાના હતા છ મહિના પુરા થતા જુજારભાઈ સતત વાયદા કરતા હતા અને નાણા પરત ન કરતા તેમને આપેલ ચેક બેંકમાં જમા કરાવતા ખાતામાં પૈસા ન હોવાના કારણે ચેક બાઉન્સ થયો હતો. જેથી ફરિયાદીએ કોર્ટ કેસ કરતા નામદાર જજ સાહેબ દ્વારા સમાજમાં ચેકનું દૂષણ દૂર કરવા માટે અને સમાજમાં એક દાખલો નમુના રૂપ બની રહે લોકોનું બેન્કિંગ વ્યવસ્થામાં વિશ્વાસ ટકી રહે તે માટે નામદાર કોર્ટ દ્વારા સજા કરવામાં આવી છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.