હિંમતનગરના હાજીપુરના શાંતિલાલ પટેલે પપૈયાની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી
*હિંમતનગરના હાજીપુરના શાંતિલાલ પટેલે પપૈયાની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી*
**
*ત્રણ એકરમાં પપૈયાની ખેતી કરી ૨૭ લાખની આવક મેળવી*
**
*સરકારશ્રીની બાગાયત ખેતીની યોજનાનો લાભ મળતા આભાર વ્યક્ત કર્યો*
***
ખેડૂત ભારત દેશની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જે ખેતી કરી અનાજ, ફળો, અને અન્ય પાકો ઉગાડે છે.ભારતીય સમાજમાં ખેડૂતનું સ્થાન અતિ મહત્વનું છે.ભારતના ખેડુત સમાજ પરંપરાગત રીત અને આધુનિક ટેકનોલોજી બંનેનો ઉપયોગ કરે છે. આજે મિકેનાઈઝેશન અને વૈજ્ઞાનિક રીતો અપનાવવાની વધુ શક્યતા છે, જે પાક ઉત્પાદન વધારવામાં મદદરૂપ બની રહી છે. આ સાથે જ, ખેડૂતોને સરકાર તરફથી સહાય અને યોજનાઓ પણ મળી રહી છે, જે તેમની આવક વધારવામાં સહાયક સાબિત થઈ રહી છે.
પપૈયાની ખેતી થકી અનેક ખેડૂતોએ સફળતા હાંસલ કરી છે. અહીં એક એવી સફળ ખેડૂતની વાત છે જેમણે પપૈયાની ખેતી દ્વારા આર્થિક સધ્ધરતા હાંસલ કરી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાજીપુર ગામના ખેડૂત શાંતિલાલ પટેલે પોતાના ત્રણ એકર જમીનમાં પપૈયાની ખેતી કરીને ગત વર્ષે ૨૭ લાખની આવક મેળવી છે.તેઓ આ ઉપરાંત તેઓ બટાકાની ખેતી પણ કરી રહ્યા છે. તેઓને બાગાયત વિભાગ દ્વારા બાગયતી ખેતી માટે સહાય પણ આપવામાં આવી છે.
શાંતિલાલ પટેલ જણાવે છે કે અમારા વિસ્તારમાં લગભગ મોટા ભાગના ખેડુતો પરંપરાગત ખેતી કરતા હતાં. વર્ષો પહેલા કપાસ પાકનું વાવેતર કરતા હતા. શરૂઆતમાં ૧૦૦ મણ કરતા પણ વધારે ઉત્પાદન મળતુ પણ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ઉત્પાદન ઘટવા લાગ્યું હતું.ત્યાર બાદ મે પપૈયાની ખેતીનો વિચાર કર્યો અને ત્રણ એકરમાં પપૈયાની ખેતી કરીને ગત વર્ષે ૨૭ લાખની ચોખ્ખી આવક મેળવી છે. આ વર્ષે અઢી એકરમાં પપૈયા વાવ્યા છે. તેનો ગ્રોથ ખુબ સરસ છે.
શાંતિલાલ પટેલ પપૈયાની ખેતી દ્વારા નફો વધાર્યો છે, સાથે જ તેમણે પોતાના ગામમાં અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. હવે તેઓ અન્ય ખેડૂતોથી ખેતીના સિદ્ધાંત અને ટેકનિકો પર દિશા આપી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.