જૂનાગઢ પરિક્રમા ને લઈને વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન - At This Time

જૂનાગઢ પરિક્રમા ને લઈને વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન


વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેનવેરાવળ-ગાંધીગ્રામ ટ્રેનની ટિકિટનું બુકિંગ શુક્રવારથી શરૂ થશેજૂનાગઢમાં પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 09556 વેરાવળ-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી રાત્રે 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન તેના રૂટમાં માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેનના જનરલ કોચ અને SLRD કોચ અનરિઝર્વ્ડ હશે, જેની ટિકિટ UTS કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું ચાર્જ થશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ દરરોજ 08.11.2024 થી 18.11.2024 સુધી ચાલશે.
2. ટ્રેન નંબર 09555 ગાંધીગ્રામ-વેરાવળ વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સાંજે 17.40 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન રૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેનના જનરલ કોચ અને SLRD કોચ અનરિઝર્વ્ડ હશે, જેની ટિકિટ UTS કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું ચાર્જ થશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ દરરોજ 09.11.2024 થી 19.11.2024 સુધી ચાલશે.3. ટ્રેન નંબર 09579 રાજકોટ-જૂનાગઢ વિશેષ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 વાગ્યે ઉપડશે અને બપોરે 13.00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. એ જ રીતે, બદલામાં, ટ્રેન નંબર 09580 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 13.40 કલાકે ઉપડશે અને 17.05 કલાકે રાજકોટ પહોંચશે. ઉપરોક્ત બંને ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેનો તરીકે દોડશે અને આ સ્પેશલ ટ્રેનમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું ચાર્જ થશે. ઉપરોક્ત બંને ટ્રેનો તેમના નિર્ધારિત સમય મુજબ 08.11.2024 થી 18.11.2024 સુધી દરરોજ દોડશે. ટ્રેન નંબર 09556 અને 09555 માટે ટિકિટ બુકિંગ 08.11.2024 (શુક્રવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.