ધોલેરાની જે એન વિધાલય સ્કૂલ 60 લાખના ખર્ચે બની - At This Time

ધોલેરાની જે એન વિધાલય સ્કૂલ 60 લાખના ખર્ચે બની


ધોલેરાની જે એન વિધાલય સ્કૂલ 60 લાખના ખર્ચે બની

ધોલેરાની જે એન વિધાલય સ્કૂલ 60 લાખના ખર્ચે અનેક સુવિધાઓ થી સભર બની.
રીન્યુ પાવર કંપની દ્વારા સ્કૂલનું રીનોવેશન કરવામાં આવ્યું સ્કૂલ ખાતે હોલ, સોલાર એનર્જી, મહિલાઓ માટે સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર સહિત ની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી. આ પ્રસંગે કંપનીના બોર્ડ મેમ્બર સુમંત સિન્હા,વૈશાળી સિન્હા તથા વિદેશના મેમ્બરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ જીલ્લા ના ધોલેરાની ૬૦ વર્ષ જૂની જે એન વિધાલય સ્કૂલ ની હાલત જર્જરિત બની હતી ત્યારે ધોલેરા કેળવણી મંડળ તથા રીન્યુ પાવર કંપની ના સહયોગ થી શાળા સંકુલનું રીનોવેશન હાથ ધરવામાં આવ્યું હતું શાળા ખાતે નવું ભવન, સોલાર સિસ્ટમ,મહિલાઓ માટે સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર સહિત ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. કાર્યક્રમ માં સંસ્થાના પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ ચુડાસમાએ સૌ અતિથિઓને આવકાર્યા હતા તો શાળાના રીનોવેશન ને કંપનીના બોર્ડ મેમ્બરો એ નિહાળ્યું હતું. શાળા ખાતે સોલાર પાવર એનર્જી,ફુવારા પદ્ધતિ દ્વારા ખેતી ના મોડેલ શાળાના વિધાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા તે પણ નિહાળ્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.