વેદાંત સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે 212 લીમ્બચ સમાજની ભવ્યતી ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ..
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના વેદાંત સ્કૂલ ગ્રાઉન્ડમાં 212 લીમ્બચ સમાજની યુવા સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો પોતાની અલગ અલગ ગામો માંથી ટીમો બનાવી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જે અંતર્ગત યુવાનો એક બીજાના સંપર્ક મા આવે તેમનો પરિચય થાય તેમજ ગામના યુવાનોને ઓળખે સમાજમાં અનોખો પરિચય થાય તેમજ સંબંધો મજબૂત થાય તે હેતુસર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 10 જેટલી ટીમોએ અલગ અલગ ગામોના નામો સાથે ભાગ લીધો હતો બે દિવસના કાર્યક્રમ બાદ સેમી ફાઇનલ તેમજ ફાઇનલ ટીમ મેદાને આવી હતી જેમાં સેમી ફાઇનલ મા ખડોદી અને દાદા ઇલેવન તેમજ ફાઇનલ માં કાનેસર ડોલરીયા વચ્ચે રમાઈ જેમાં કાનેસર ડોલરીયા નો ભવ્ય વિજય થયો હતો ડોલરીયા કાનેસર ટીમના દ્વારા સુંદર પ્રદર્શન કરી સમાજનો કપ મેળવી વિજેતા ટીમ જાહેર થઈ હતી ત્યારે દસ જેટલી ટીમો દ્વારા પધારેલ અલગ અલગ ગામોમાંથી યુવાનોએ સુંદર પ્રદર્શન કરી સમાજની એકતાનું ઉત્તમ ઉદાહરણ આપી એક નવી પહેલ શરૂ કરી હતી અને તમામ ક્રિકેટરોને બિરદાવ્યા હતા અને અભિનંદન પણ પાઠવ્યા હતા..
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.