પંચમહાલ – બાવાઓની ગેંગ આવી છે..વશીકરણ કરી લુંટે છે. સોશિયલ મિડીયામાં વાયરલ થયેલો મેસેજ ખોટો,અફવાઓથી દુર કરવા પોલીસની નાગરિકોને અપીલ
ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા સહિત અન્ય તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોર ગેંગ આવાની બુમોની વચ્ચે સોશિયલ મિડીયામાં બાવાની ગેંગ આવતી હોવાના વાયરલ મેસેજને લઈને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જેને લઈને પંચમહાલ પોલીસ દ્વારા આ મામલે એક સોશિયલ મિડીયામાં પોસ્ટ જાહેર કરી આવી કોઈ ગેંગ નથી આવી અફવાઓથી દુર રહેવા અપીલ કરવામા આવી હતી.
ગોધરામાં બાવાની ગેંગ આવી છે જે વશીકરણ કરી ને લૂંટ કરે છે.તેવી અફવાઓ ફેલાવતા મેસેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.ત્યારે પંચમહાલ પોલીસ દ્વારા નાગરિકોને આવી અફવાઓ ઉપર વિશ્વાસ નહીં કરવા અપીલ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બાવાની ગેંગ આવી છે અને જે વશીકરણ કરી ને લૂંટ કરતા હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને આવા અફવા ફેલાવતા મેસેજ વાયરલ થવાથી ગોધરા શહેરનાં પ્રજાજનો તેમજ જાહેર જનતામાં ભય ફેલાવા પામ્યો છે.જેના કારણે લોકો ડરી રહ્યા છે.ત્યારે પંચમહાલ પોલીસ દ્વારા ગોધરાના નાગરિકોને આવી કોઈપણ અફવાઓ ઉપર વિશ્વાસ નહી કરવા અપીલ કરવામાં આવી છે.
નોધનીય છે કે આવી અફવા તેમજ સમાજમા ભય ફેલાઈ શકે તેવા વિડીયો વાયરલ કરવા બદલ પણ પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.સાથે લોકોએ કાયદો હાથમા ન લેવો જોઈએ. રાત્રીના સમયે કોઈ માનસિક અસ્થિર વ્યક્તિઓ પણ તેનો ભોગ બનતા હોય છે. લોકોને કાયદો હાથમા નહી લેવા અપીલ પણ કરવામા આવી રહી છે. સાથે સાથે કોઈ સંદિગ્ધ ગતિવિધી જણાય તો પોલીસમાં જાણ કરવા પણ અપીલ કરવામા આવી છે.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.