જસદણ પોલીસ સ્ટેશનમાં વ્યાજ વટાઉની ફરિયાદ દાખલ થયેલ અને નામદાર કોર્ટે સાચી હકિકતોને ધ્યાને લઈ તહોમતદારના જામીન મંજૂર કરતી ન્યાયાલય
આ કેસની ખરી હકીકત તહોમતદારના જણાવ્યા મુજબ એવી છે કે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ શહેરના મિલનભાઈ સાથે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઉંટવડ ગામના અક્ષયભાઈ બી. મોખા કામ કરતા હતા. આમ ઉટવડ ગામના અક્ષયભાઈ બી.મોખા કે જે જસદણ શહેરના ફરિયાદી એવા મિલનભાઈના કૌટુંબિક ભાઈ થાય છે. આમ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જ જણાવેલ છે કે વર્ષ ૨૦૨૩ માં નાફેડમાં સેલિંગમાં કમિશન તરીકે કામ કરતો હતો. અને સેલિંગ માટે ચાર ગાડીઓ ભાડે લીધેલ.જેથી પૈસા ચૂકવવાના હોય જેથી મૂળ ફરિયાદી મિલનભાઈએ તેની સાથે કામ કરતા અને કૌટુંબિક ભાઈ અક્ષયભાઈ બી.મોખાને પૈસાની મદદ માટે વાત કરેલ અને ઉટવડ ગામના અક્ષયભાઈ બી. મોખાએ મધ્યસ્થી રહી મિત્રો પાસેથી હાથ ઉછીના પૈસા અપાવેલ. આમ સમય મર્યાદા પૂરી થતાં મિત્રોને પરત પૈસા આપવાની માંગણી કરતા ફરિયાદીએ જેમણે ખરા સમયે મદદ કરેલ મિત્રોની સામે તેમજ મધ્યસ્થી બનેલા કૌટુંબીક ભાઈ એવા અક્ષયભાઈ બી. મોખાની સામે પણ જસદણ પોલીસ સ્ટેશનમાં વ્યાજ વટાઉ અંગેની ફરિયાદ કરેલ. આમ જસદણ પોલીસ અધિકારીઓ દ્વારા આ ફરિયાદના અનુસંધાને કડક પગલાં લઈ તટસ્થ અને સચોટ અને સાચી માહિતી એકઠી કરી સાધનીક કાગળો સાથે તહોમતદાર એવા અક્ષયભાઈ બી. મોખાને જસદણની નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલ. આમ તહોમતદાર અક્ષયભાઈ બી. મોખાના એડવોકેટ તરીકે રાજકોટ જિલ્લાના જસદણ શહેરનાં યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા. આમ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ જામીન અરજી સાથે ફરિયાદ અનુસંધાને સાચી અને સત્ય હકીકત નામદાર કોર્ટ સમક્ષ ધ્યાને મુકેલ અને આધાર પુરાવા સાથે દલીલો કરેલ. આમ નામદાર કોર્ટે દલીલો અને આધાર પુરાવાને ધ્યાને લઈ તહોમતદાર અક્ષયભાઈ બી. મોખાના જામીન મંજૂર કરેલ અને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ. આમ તહોમતદાર અક્ષયભાઈ બી. મોખાના એડવોકેટ તરીકે જસદણ શહેરના પ્રકાશ પ્રજાપતી તેમજ એસોશીએટ ટીમના નરેન્દ્રસિંહ જાડેજા, શિવરાજસિંહ કરપડા, હેમેન્દ્રસિંહ વેગડ, કાર્તિકભાઈ હુદડ, મોહમ્મદ હનીફ કટારિયા, એન.આર.વ્યાસ. રોકાયેલા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.