પેલેસ રોડ પરથી ડેકીમાં રાખેલ રોકડ અને મોબાઈલ સાથેના એક્સેસની ચોરી - At This Time

પેલેસ રોડ પરથી ડેકીમાં રાખેલ રોકડ અને મોબાઈલ સાથેના એક્સેસની ચોરી


પેલેસ રોડ પરથી ડેકીમાં રાખેલ રોકડ અને મોબાઈલ સાથેના એક્સેસની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં એ. ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે ગાંધીગ્રામ વિસ્તારમાં ગૌતમનગર મેઇન રોડ પર રહેતાં જીતેશભાઈ કેતનભાઈ પાટડીયા (ઉ.વ.32) એ જણાવ્યું હતું કે, તેઓ જવેલર્સના શો-રૂમમા નોકરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.
ગઈ તા.31/10/2024 ના સાંજના સમયે પેલેસરોડ પર આવેલ વિતરાગ જવેલર્સની બાજુની શેરીમાં રોડ ઉપર એકસેસ બાઈક મુકીને જ્વેલર્સમાં ગયેલો અને દસેક મિનીટ બહાર નિકળી બાઈક લેવા માટે આવેલ તો એક્સેસ પાર્ક કરેલ તે જ્ગ્યાએ જોવામા આવેલ નહી.
આજુબાજુમાં તપાસ કરતા એક્સેસ મળેલ નહી, તેમજ એક્સેસની ડેકીમાં રાખેલા રોકડા રૂ.15 હજાર તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ.85 હજારનો મુદામલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.